‘સુંદરમ’ ત્રિભોવનદાસ લુહાર – ઝાંઝરણું

'સુંદરમ' ત્રિભોવનદાસ લુહાર / 'Sundaram' Tribhuvandas Luhar

ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

એને ઘૂઘરે ઘમકે તારલિયા,
એને પડખે ચમકે ચાંદલિયા;
એને મોઢે તે બેઠા મોરલિયા – મારું

એ રાજાએ માગ્યું ઝાંઝરણું,
એ રાણીએ માગ્યું ઝાંઝરણું;
તોયે વ્હાલે દીધું મને ઝાંઝરણું – મારું

ઝાંઝર પ્હેરી પાણીડાં હું ચાલી,
મારી હરખે તે સરખી સાહેલી;
એને ઠમકારે લોકની આંખ ઝાલી – મારું

          – ‘સુંદરમ’ ત્રિભોવનદાસ લુહાર (‘Sundaram’ Tribhuvandas Luhar – Jhanjhranu. Kavita. Lok Sahitya, Raas Garba in Gujarati. Literature and art site)

6 Responses to “‘સુંદરમ’ ત્રિભોવનદાસ લુહાર – ઝાંઝરણું”

  1. nilam doshi says:

    વરસો પહેલા આ કાવ્ય નુ રસદર્શન રાજકોટ રેડીયો પર મેં કરાવેલ.એ સ્મ્રૂતિઓ યાદ કરાવવા બદલ ધન્યવાદ.મજા આવી ગઇ.

  2. SV says:

    Thank you NilamJi, you are welcome. My effort has always been to give my readers the gems of literature, which at times are afraid of getting lost in the clutter and noise of the current world.

    I do know a few people from Rajkot and Radio Rajkot.

  3. [...] # ઝાંઝરણું અલક મલકથી આવ્યું રે !            :  લોકગીત [...]

  4. rajesh says:

    hi, what would i say abt this poem its truly classic.

  5. biren says:

    Excellent… Thoda samay pahela radio par aa geet sambhalelu kok picture nu hatu
    zanzariyu dav lagavi gayu re …..!

Leave a Reply