લોક સાહિત્ય – પાણી ગ્યાં’તાં રે

garba-raas

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.

ચોરે બેઠા રે બેની, મારા સસરાજી રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
લાંબા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …

ડેલીએ બેઠા રે બેની, મારા જેઠજી રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
સરડક તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …

મેડીએ બેઠો રે બેની, મારો પરણ્યો રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
આછા તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
રૂમઝૂમ કરતી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.

          સાંભળો (click to listen)(Pani gyata re. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

4 Responses to “લોક સાહિત્ય – પાણી ગ્યાં’તાં રે”

  1. શ્રી એસ. વી.
    મારા નીચેના બ્લોગ/વેબસાઈટ આપના લીસ્ટમાં સમાવવા વિનંતી

    ગુજરાતી કવિતા અને સંગીત – ઘનશ્યામ ઠક્કર રચિત કાવ્યો, વિચારો, સંગીત , અને એમની પસંદની અન્ય સર્જકોની ક્રુતિઓને આવરી લેતો ગુજરાતી બ્લોગ
    ઘનશ્યામ ઠક્કરનો ગુજરાતી વેબસાઈટ
    Ghanshyam Thakkar’s English Website

    ઘનશ્યામ ઠક્કરનાં વંદન

  2. પ્રિય શ્રી એસ.વી.
    થોડા દિવસ પહેલાં મારા બ્લોગ/વેબસાઈટની લીંક મોકલવામાં ભૂલ થએલી. સુધરીને ફરીથી મોકલું છું. આભાર.
    ઘનશ્યામ ઠક્કરનાં વંદન

  3. પ્રિય શ્રી એસ.વી.
    મારો ગુજરાતી વેબસાઈટ આપના લીસ્ટમાં મૂકવા વિનંતી. આભાર.
    ઘનશ્યામ ઠક્કરનાં વંદન

  4. મારો English વેબસાઈટ આપના લીસ્ટમાં મૂકવા વિનંતી. આભાર.
    ઘનશ્યામ ઠક્કરનાં વંદન

Leave a Reply