
હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારાં કાળજડાં ઠરી ઠરી જાય રે,
છોગાળા તારા મનમાં નથી.
… હું તો …
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા પાવલિયા બળી બળી જાય રે,
છબીલા તારા મનમાં નથી.
… હું તો …
આવા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા,
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,
વહાલીડા તારા મનમાં નથી.
હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.
સાંભળો (click to listen)(Hu Toe Kagaliya Lakhi Lakhi Thaki. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)
ઘણાં વર્ષો સુઘી આ ગીત દિવાળીબેન ભીલના કંઠે સાંભળ્યું છે. નાનપણમાં તો ગીતનો ભાવ જરા નો’તો સમઝાતો… પણ તો યે સાંભળવાની મજા આવતી.
ok
This is a great ” Lokgeet”.. I love this geet .