લોક સાહિત્ય – સાથીયા પુરાવો દ્વારે

garba-raas

(via ટહુકો an excellent site)

સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ…
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે

નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે
આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે

દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

          સાંભળો (click to listen)(Sathiya puravo. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

One Response to “લોક સાહિત્ય – સાથીયા પુરાવો દ્વારે”

  1. મને લાગે છે, એસ.વી., આ નવરાત્રિમાં તમે ગરબાની ચોપડી જ છાપી નાંખવાના… સાચું કહું, ઘણા દિવસે આજે થોડી નવરાશ મળતાં જ તમારો બ્લોગ સૌપ્રથમ ખોલ્યો… આટલા બધા લોકો બ્લોગ્સ ચલાવે છે પણ રોજ નવા ને નવા ગરબાનું સાહિત્ય આપવાનો આવો નવરંગી નવતર વિચાર તો માત્ર તમને જ આવ્યો… હવે તો રમવા જવાનું મન થાય છે… આપ આવશો?

Leave a Reply