પિનાકિન ઠાકોર – હે ભુવન ભુવનના સ્વામી

હે ભુવન ભુવનના સ્વામી,
આ ઝરે આંસુની ધાર, દીન પોકાર,
              પુનિત હે પાવન નામી ! હે ભુવન ૦

       આથમણી આ સાંજ ભૂખરી ઝાંખી ધૂસર,
       રે અંધ આંખ સૌ અંગ ધ્રૂજતાં ભાંગ્યાં જર્જર;
       અને પગલે પલપલ થાક લથડતાં ડગમગ થરથર.
એને લિયો ઉઘાડી દ્વાર, પરમ આધાર,
              શરણ રે’ ચરણે પામી ! હે ભુવન ૦

       અંતરમાં સ્મરણો અગણિત શ્હં સૂતાં પલપલ,
       એ જાગી દેતાં દાહ, દુ:ખદાવાનલ પ્રજ્વલ,
       એને અંક ધરી દો શાંતિ – સુખ હે શીતલ વત્સલ !
એને દિયો અભયનાં દાન, સુધાનાં પાન
              અમલ, હે અંતર્યામી ! હે ભુવન ૦

       – પિનાકિન ઠાકોર(Pinakin Thakor. He bhuvan bhuvan na swami Kavita in Gujarati. Literature and art site)

2 Responses to “પિનાકિન ઠાકોર – હે ભુવન ભુવનના સ્વામી”

  1. સુંદર ગીત…

  2. હું મારા સંગીત ક્લાસમાં આ ગીત ગાતાં શીખી છું.

Leave a Reply