જગદીશ જોષી – મળશે ત્યારે

તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલ મોકલવાનું મન થાય છે.
અને …. જ્યારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઇ ગયાં હશે -
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.

       – જગદીશ જોષી(Jagdish Joshi – Malashae tyare. Poems in Gujarati. Literature and art site)

5 Responses to “જગદીશ જોષી – મળશે ત્યારે”

  1. નાની પણ સરસ મજાની વાત…

  2. Jayshree says:

    આ વિવેકભાઇની વાત ને copy – paste જ કરી દઉં તો ચાલે ??
    ખરેખર, કક્ત થોડા શબ્દોમાં તો કવિએ પ્રિયજન વગરની સાંજ વિષે કેટલું બધુ કહી દીધું ..!!

  3. Meena Chheda says:

    તમારા વિનાની
    મારી સાંજની જેમ…..

  4. Nandlal says:

    jsn meenaben chheda are you from Abu Dhabi? Do you remember me?

  5. નાનકડી વાતમાં મોટો સંદેશો

Leave a Reply