દલપતરામ – અંધેરી નગરી


પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

          – દલપતરામ (Dalpatram – Andheri Nagari ne gandu raja. Kavita, Baal geet, Lok Sahitya in Gujarati. Literature and art site)

14 Responses to “દલપતરામ – અંધેરી નગરી”

  1. sudhir patel says:

    કવિશ્રી દલપતરામનું આ બોધ-કાવ્ય વાંચીને નિશાળનાં દિવસો યાદ આવી ગયાં.
    આભાર.

    સુધીર પટેલ.

  2. વાહ… આખ્ખી કવિત!!! મજ્જો પડી ગ્યો, ભઈ!!!

  3. જૂની, જાણીતી ને માનીતી કવિતા.

  4. Vraj Dave says:

    shree Dalapatramji ne manavano lahavo malyo, sathe sathe BACHAPAN pan yaad aavi gyu.

  5. shishir says:

    કવિ ક.દ.ડા. ની એક ઉત્તમ રચના. પ્રાસ બેસાડીને કાવ્ય રચવું એ બહુ મુશ્કેલ છે. આજ કાલના જોડકણાકારોએ દલપતરામની રચનામાંથી ઘણું શીખવા જેવું છે. આજની જ્હોની જ્હોની યસ પાપાની પેઢીની દયા આવે છે. ગુજરાતીની સાચી મજા એમના નસીબમાં કદાચ નથી.

  6. સરસ કવિતા. મારો બ્લોગ:
    વિસામો. http://dharuthakkar.wordpress.com

  7. Gangadas Naran Bhavani says:

    Kavi Dalpatray ni kavita vanchi ne nishah na divso yaad aavi gaya, realy wondeful and fantastic.

  8. pragnaju says:

    ડાહ્યા ડાહ્યાલાલના ડાહ્યા દલપતરામની કવિતાની વાર્તા..સ્મૃતિમા જકડાઈ ગયેલી
    ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
    શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
    જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
    બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

    શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
    ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
    જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
    આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

    ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
    અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
    ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
    રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ
    નો આ ઉકેલ તો ઘણાને વારમ્વાર કહ્યો!

  9. RAMESH D. SHAH says:

    bachapan ke din —nishal mastar badhani yad –najar same avigayu

  10. sanjay patel says:

    supb …..

    andheri ngri ane gandu raja ….

    school days ane masterji ni yad aavi gayi …..

  11. Nikhil Vegad says:

    hmmm, School na divas yaad avi gaya…….

    Nice

  12. Jignesh Satani says:

    એક ઉત્તમ રચના……. forever

  13. Maria says:

    Can some one translate to English ? Thanks

Leave a Reply