રાજેન્દ્ર શુક્લ – બદલું છુ

મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું.

રમતરમતમાં હું રસ્મોરિવાજ બદલું છું,
બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.

સફર અટકતી નથી કંઇ તુફાન ટકરાતાં,
દિશા બદલતો નથી હું જહાજ બદલું છું.

પ્રજળતું કૈંક રહે છે હમેશાં હોઠો પર,
કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું.

સુરાલયે જ હવે ચાલ ‘શૂન્યતા’ છોડી,
દરદ બદલતું નથી તો ઈલાજ બદલું છું.

         - રાજેન્દ્ર શુકલ(Rajendra Shukla. Badalu chhu. Gujarati Literature and art site)

3 Responses to “રાજેન્દ્ર શુક્લ – બદલું છુ”

  1. સફર અટકતી નથી કંઇ તુફાન ટકરાતાં,
    દિશા બદલતો નથી હું જહાજ બદલું છું.

    -રાજેન્દ્ર શુક્લની એક ઓર ખૂબસૂરત ગઝલ…

  2. ruju mehta says:

    Wah! Safar atakty nathy kani tufan takrata…
    Khub Sundar…

Leave a Reply