જગદીશ જોષી – ડંખ

વીંછીના આંકડાની જેમ મારી વેદનાઓ
ડંખે છે વળી વળી કેમ ?

સીમે આળોટે લીલી વાડીની યાદ,અને
કૂવે ઝળુંબે એક વેલો :
થાળમાં કાંકરાને ડાળીને ઝાંખરા
પાણીનો ક્યાંય નહીં રેલો.
ચગદીને ચાલી જતી કોમળ પાનીઓ કેમ
આવે ને જાય હેમખેમ ?

બપ્પોરે આભમાંથી સપનાં સાપોલિયાં
થઇને આ આંખમાં લપાયાં:
સ્મરણોએ શ્વાસ જરી લીધો ન લીધો ત્યાં તો
નસનસમાં ઝેર થૈ છવાયાં.
રજકાના ભૂરા આ નિસાસે કોસતણો
વરસે છે જરી જરી વ્હેમ !

       – જગદીશ જોષી

અન્ય રચનાઓ

  • જગદીશ જોષી
  • જગદીશ જોષી – અમે
  • જગદીશ જોષી – અરે કોઈ તો
  • જગદીશ જોષી – ઊઠી જતાં ના આવડયું.
  • જગદીશ જોષી – મળશે ત્યારે
  • જગદીશ જોષી – વાતોની કુંજગલી
  • જગદીશ જોષી – હવે
  • (Jagdish Joshi – Dankh. Poems in Gujarati. Literature and art site)

    4 Responses to “જગદીશ જોષી – ડંખ”

    1. મસ્ત મજાનું ગીત..

    2. pragnaju says:

      વીંછીના આંકડાની જેમ મારી વેદનાઓ
      ડંખે છે વળી વળી કેમ ?
      સૌની અનુભવવાણી
      સુંદર રચના

    3. cool..

      રજકાના ભૂરા આ નિસાસે કોસતણો
      વરસે છે જરી જરી વ્હેમ ! !!

    4. naimisar says:

      Good

      હવે ગુજરાતીમાં
      ટચુકડી જાહેરાત (Classified)
      http://www.viithii.com

    Leave a Reply