
વસ્યો હૈયે તારે :
રહ્યો એ આધારે :
પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો !
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો !
નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નિરખે માત્ર તુજને :
હરે દ્રષ્ટિ, વ્હાલી ! સદાય મૃદુ તારી જ રુજને
સદા રહેશે એવી :
સુધા વર્ષા જેવી :
કૃતિ માનું, દેવી ! ક્ષણ સકલને જીવન તણી:
પ્રમત્તાવસ્થામાં નઝર પણ નાખું જગ ભણી !
- ‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ (‘Kant’ Manishankar Ratanji Bhatt – Uudgar. Poems in Gujarati. Literature and art site)
સુંદર મનભાવન રચના… અદભુત ઉદગાર…
પ્રિયામાં રમમાણ થઈ ગયા પછી જગતની નથી સુધ રહેતી કે નથી રહેતો સમય વિશ્વ સાથે સંબંધ બાંધવાનો અને ખૂબી તો એ કે એનો કોઈ વસવસો પણ નથી રહેતો…
આજકાલ ગાંધી-અનુગાંધીયુગના કવિઓની ખૂબ કવિતાઓ લઈ આવો છો ને , મિત્ર! આભાર…
‘કાન્ત’ મારા અતિપ્રિય કવિ છે અને આ કવિતાની અંતિમ પંક્તિ ‘પ્રમત્તાવસ્થામાં નઝર પણ નાખું જગ ભણી !’ ની ખુમારી પણ એટલી જ પ્રિય છે… આભાર, દોસ્ત.
-જયદીપ.
kavi kaantnaa ATIGNAAN e kaavyanaa shabdo koi paase hoy to harishdesktop at yahoo dot com maa aa khandakavyanaa shabdo male evu koik kare to saaru. tamaro aabhaar.