લોક સાહિત્ય – રામ !

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો !
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો !
તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો !
તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો !
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો !

(Ram. Lok Sahitya in Gujarati. Literature and art site)

3 Responses to “લોક સાહિત્ય – રામ !”

  1. pragnaju says:

    ભજન જેવું લોકસાહીત્ય-કાવ્ય
    લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
    ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !
    બાળપણથી ગાઈએ છીએ-આજે ફ્ર્રી ગાવાની મઝા

  2. Jagruti says:

    આ અતિ લોકપ્રિય લોકગીતમાં રામ-સીતા દૈવી અવતારને બદલે એક સામાન્ય પતિ-પત્નીના રૂપમાં કેટલાં સુંદર રીતે નિરૂપાયાં છે !
    સાહજિક મીઠી તકરારમાં છુપાયેલા સ્નેહનું ઊંડાણ ખરેખર હૃદયસ્પર્શી છે.

  3. ફરી ફરીને વાંચવું ગમે એવું લોકગીત

Leave a Reply