અનિલ જોશી – વરસાદ

આકાશમાં જૂઠાં વાદળાં છે,
પણ વરસાદ નથી.
નળના કાટ ખાધેલા પાઈપમાં
અંધારું ટૂંટિયું વળીને બેઠું છે.
નપાવટ માનવજાત સામેના વિરોધમાં
પાણી હડતાળ પર ગયું છે.
કોઈ ધોતું નથી.
આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?
સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને
આકાશને તાકતા બેસી પડ્યા છે.
કોઈના ભયથી જેમ દૂઝણી ગાય
દૂધ ચોરી જાય એમ આકાશ
આજે પાણી ચોરી ગયું છે.
આ મેલખાઉ હાથ દુવા માગવા
કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?
શું વરસાદ આપણા કરોડો ગુનાઓને
માફ કરવાના મૂડમાં નથી ?
મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.

          – અનિલ જોશી

  • અનિલ જોશી – અમે બરફના પંખી
  • અનિલ જોશી – ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં
  • અનિલા જોશી – સૈયર, શું કરીએ?
  • (Anil Joshi – Varsaad. Kavita in Gujarati. Literature and art site)

    4 Responses to “અનિલ જોશી – વરસાદ”

    1. વરસાદ ઉપર અનેક પોચી પોચી અને ગળચટ્ટી ગઝલો અને ગીતોથી સાવ અલગ મૂડનું કાવ્ય વાંચી એક જુદો જ આનંદ અનુભવાય છે.

    2. pragnaju says:

      આજે પાણી ચોરી ગયું છે.
      આ મેલખાઉ હાથ દુવા માગવા
      કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?
      શું વરસાદ આપણા કરોડો ગુનાઓને
      માફ કરવાના મૂડમાં નથી ?
      મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે
      ખૂબ સ રસ

      યાદ આવી
      ઈર્ષ્યા આવે છે મને બહુ,
      આ આભ અને ધરતીના પ્રણયની,
      લાવને, આ ઝરમરતાં સાવનને છીનવી લઉં !

      છણકો કરીને બોલી
      લીલી ચુંદડી ઓઢેલી ધરા,
      ‘આઠ મહિનાનાં વિરહની તપશ્ચર્યા,
      એમ કેમ તને દઈ દઉં ?’

      આ મદહોશ વાતાવરણ રહેશે ક્યાં સદા કે
      થોડા જ સમયમાં આ સાવન કહેશે હવે હું જાઉં ?

    3. સુંદર કવિતા…

      સાઇટ ફરીથી કાર્યાન્વિત થઈ છે એ જોઈને આનંદ થયો…

    4. sudhir patel says:

      Enjoyed very nice poem!
      Sudhir Patel.

    Leave a Reply