અદી મિરઝાં – તારું ઠેકાણું

તારું ઠેકાણું મળ્યું છે જ્યારથી
હું મને શોધી રહ્યો છું ત્યારથી !

મારા હાથોમાં હવે શક્તિ નથી !
તું મને સંભાળ મારા સારથી !

આ તરફ પણ ઝાઝાં તોફાનો નથી
આવ તું આ પાર પેલે પાર થી !

તું હજી પણ નીચે ઊતરતો નથી ?
વાટ જોઉં છું હું તારી ક્યારથી !

જિંદગીનું સત્ય સમજાઈ જશે !
સાંભળો એકવાર અમને પ્યારથી !

સાર એમાંથીય નીકળી આવશે !
જે મળે લઈ લે હવે સંસારથી !

જિંદગીભર જે રડાવે છે ‘અદી’,
જાન લઈ લે છે એ કેવા પ્યારથી

         - અદી મિરઝાં

  • અદી મિરઝાં – શું છે ?
  • અદી મિરઝાં – શેર
  • (Adi Mirza. Taru Thekanu – Ghazal in Gujarati. Literature and art site)

    4 Responses to “અદી મિરઝાં – તારું ઠેકાણું”

    1. sudhir patel says:

      Enjoyed nice Gazal!
      Sudhir Patel.

    2. Rakesh Thakkar, Vapi says:

      nice Gazal!
      સાર એમાંથીય નીકળી આવશે !
      જે મળે લઈ લે હવે સંસારથી !

    3. સુંદર જાણીતી ગઝલ..

    4. સમજાય એવી સરળ બાનીમાં જીવની વાત.

    Leave a Reply