‘ચમન’ ચીમન પટેલ – બેસતા કરી દીધા

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે આજે,
‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!

‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેમ ફરો છો તમે
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે?
‘ઇલેકટ્રિક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા!

          – ચીમન પટેલ ‘ચમન’ (‘Chaman’ Chiman Patel – Besata kari didha. Kavita, Ramuj in Gujarati. Literature and art site)

5 Responses to “‘ચમન’ ચીમન પટેલ – બેસતા કરી દીધા”

  1. preetam lakhlani says:

    બડે રઈશ ભાઈ ચીમન ભાઈ તમે છદની પરવાર્ કરયા વગર હજલ જેવુ લખો છો ત્યારે વાચવુ ગમે છે, અને એમ છતા જો તમે નશીબદાર હશો તો જ બે ચાર Comments લખનારા મલસે કારણ કે તમે સુરતના નથી અટલે મોના ટોના આલટુ ફાલતૂ અસમજુ લોકો અભિપ્રાય ન હી લખે! એનો પણ એક આનદ છે!

  2. શબ્દો મરડવાથી સરક્સના જોકર સર્જે તેવી રમુજ ઉદભવે છે પણ કટાક્ષ કે વક્રોક્તિ નથી સર્જાતિ કારણ ભાષા રોજિંદિ પ્રવ્રૂત્તિને લક્ષ્યમાં રાખે છે મુલ્યોને નહી.

  3. raeesh maniar says:

    પ્રીતમ ભાઇ,
    તમે ચીમનભાઇની ટીકા કરવા માંગો છો, એમની પ્રશંસા કરવા માંગો છો કે એમને આશ્વાસન આપવા માંગો છો તે સમજાયું નહીં. બ્લોગ જગતમાં નાનામોટા, નીવડેલા નવોદિત સહુ પોતાની અભિવ્યક્તિ કરે છે. નબળાઇઓ ક્ષતિઓ તો રહેશે જ. તમારા જેવા વડીલ કવિ પાસે સહાનુભૂતિપૂર્ણ સમતુલાની અપેક્ષા રહે છે.
    અમે તો તમને પણ સુરતના જ ગણીએ છીએ. એટલીસ્ટ તમારી ભાષા પરથી તો એવું જ લાગે.
    કોમેન્ટ એ વાચકનો ઉમળકો છે. એ વિવેચન નથી. ખોટા વખાણ ન જ થવા જોઇએ, પણ ખોટી આક્રમકતા તો એના કરતાં વધુ ખરાબ કહેવાય. દરેકની રસવૃત્તિનો આદર કરીએ. સહમતિ- અસહમતિ સભ્યતાની મર્યાદામાં રહીને વ્યક્ત કરીએ તો મજા પડશે.
    બ્લોગજગત આપની પાસેથી રચનાત્મક માર્ગદર્શનની અપેક્ષા રાખે છે.

    શુભેચ્છાઓ

    રઈશ મનીઆર

  4. preetam lakhlani says:

    ભાઈ રઇશ્, અહિયા આગળ મે રઇશનો meaninig કરયો છે કે જેમની પાસે શબ્દનો ભડાર છે અટલે મે ચીમન ભાઈને બડે રઇશથી સબોધન કરયુ છે,બાકી વાત રહી બ્લોગની તો કઈ દહુ ધણા એવા બ્લોગ છે કે ત્યા કાગડાની કા..કા હોય અને જેને નવા નિશાળીયા ટહુકો કહે અથવા ક્યાક ગદકીથી લથબથ્ ખાબોચિયુ હોય અને તેને ઉત્સાહનો સાગર કહે, આ એક જ એવો બ્લોગ છે ‘ For SV….”સારા વિચાર” કે જયા કોઇ એક શહેરના દરજી વિના પત્યેક વ્યકિતને પોતાની ફેશન વિષે opinion આપવાનો અધિકાર છે.બાકી ભાઈ રઇશ તમારી વાત, તમારી સલાહ કાબિલે દાદ છે.અહિયા આગળ કારણ વિના કોઈની ટિકા કરવી એ યોગ્ય નથી બ્લોગ જગત એ કોઈ વિવેચન નુ કેન્દ નથી….તમે તો મને જાણો છો કે મારો સ્વભાવ મજાક વુતિનો છે…હુ તો job પર Time પાસ કરવા negative comments લખતો હોઉ છુ….મજામા છુ/હશો…અમિને યાદ્….પાણીનિ ભિત પર લખુ છુ પ્રીતમ લખલાણી…..સલામ્

  5. Ramesh Patel says:

    હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
    ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!
    …….
    well said.
    Ramesh Patel(Aakashdeep)

    થાશે ડગર…(ગઝલ)…રમેશ પટેલ(આકાશદીપ)
    -Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

Leave a Reply