Category: સમાચાર (samachar)

સમાચાર (samachar)

ગાંધીવાદી સુમતિબેન વૈદ્યની ચિરવિદાય

સમાચાર – ચાલો ગુજરાત

‘Chaalo Gujarat’ – World Gujarati Conference… is BACK…. and coming soon!!!!!

This year, AIANA (Association of Indian Americans of North America) is organizing a historical event again at Raritan Expo Center, Edison, New Jersey, USA on August 29th, 30th & 31st, 2008.
Read more

સમાચાર – ભોમિયો.કોમ

ભોમિયો.કોમ સાઇટ એ ઇન્ટરનેટ પર ભારતીય ભાષાઓ માટે એક નવતર પ્રયોગ છે. તે ગુગલ, યાહુ, એમ.એસ.એન. નો ઉપયોગ ભારતીય ભાષાઓને શોધવા માટે કરે છે. જે લોકો ગુજરાતી ટાઇપીંગથી વાકેફ છે અને જેમની પાસે ગુજરાતી ટાઇપીંગ સોફ્ટવેર છે તેઓ કદાચ ગુગલ વગેરે સર્ચ એન્જીન નો સીધો ઉપયોગ કરતા હશે પરંતુ જેમની પાસે આવા સોફ્ટવેર નથી તેઓ માટે ભોમિયો પર કીબોર્ડ છે અંગ્રેજી કીબોર્ડ નો ઉપયોગ કરી સરળતાથી ભારતીય ભાષાઓમાં ટાઇપ અને શોધ કરી શકે છે.

વળી ગુજરાતી, હિન્દી વગેરે ભાષાઓમાં હ્રસ્વ, દીર્ઘ ની ભૂલો થવી સામાન્ય છે. ગુગલ વગેરે પર જે શબ્દ જે જોડણીમાં શોધતા હોઇએ તે જ મળી આવે. જ્યારે ભોમિયો પર “જોડણીને મારો ગોળી” નું બટન છે જે હ્રસ્વ, દીર્ધ ને બદલાવીને પણ શોધ કરે છે જેથી તમને જોઇતી માહિતી મળી રહે. ઉદાહરણ તરીકે – “હિમાલય” પર શોધ કરવાથી “હિમાલય” અને “હીમાલય” બન્ને શબ્દો પરના પરિણામ બતાવે છે.

ભારતીય ભાષાઓ માં આજકાલ લોકો બ્લોગસ્ (ડાયરી) ખૂબ લખે છે. અને ખાસતો એવા લોકોની ઇન્ટરનેટ પર સંખ્યા વધી છે જેઓ કોઇ એક ભાષા સમજી શક્તા હોય પરંતુ વાંચી ન શક્તા હોય. દરેક ભાષા સંસ્કૃત પરથી ઉતરી આવતી હોય, દરેકમાં મૂળાક્ષર સરખા જ છે અને લખવાની પદ્ધતિ પણ સરખી છે. ભોમિયો એક લિપીમાં લખેલ સા્ઇટને બીજી લિપીમાં રુપાંતરીત કરે છે જેથી લોકો પોતાને ગમતી ભાષામાં ગમે તે સાઇટ અથવા બ્લોગ વાંચી શકે. તેનો એક સારો ઉયપોગ આ સંસ્કૃત સાઇટ પર છે –

હમણાથી ઘણા લોકો પોતાના બ્લોગ ને જુદી જુદી ભાષાઓમાં પ્રકાશિત કરે છે. (For example – http://bhomiyo.com/en.xliterate/forsv.com/gujju) અને તેના બે ફાયદા છે – એક તો તેઓ વધુ વાંચકો સુધી પંહોચી શકે છે. વિદેશમાં વસતા ઘણા ભારતીયો ભાષા સમજે છે પણ વાંચી શક્તા નથી તેઓ હવે આ સાઇટ્સ વાંચી શકે છે. જ્યારે બીજો મહત્વનો ફાયદો કે તેમની સાઇટ્સ ગુગલ, યાહુ જેવા સર્ચ એન્જીન દ્વારા બીજી ભાષામાં ઇન્ડેક્ષ થાય છે. આથી લોકો જ્યારે ગુગલ વગેરેમાં અંગ્રેજી લિપીમાં શોધ કરે જેમ કે “haalaradu” – ત્યારે ગુજરાતી, હિન્દી ભાષા ની સાઇટ્સ પરિણામમાં દેખાય છે.

ભોમિયો પર ઉર્દુ ભાષામાં લખેલ સાઇટને હિન્દીમાં વાંચવાની સુવિધા પણ પ્રાયોગિક ધોરણે આરંભાઇ છે.
Go to: www.bhomiyo.com/xliteratepage.aspx
Enter Urdu site: (e.g.) bbc.co.uk/urdu
Select Language: “Urdu to Hindi”
Click GO

ભોમિયો એક સ્વૈચ્છક કાર્ય છે અને સાઇટ કોઇ પણ પ્રકારની જાહેરાત દર્શાવતી નથી. વધુ માહિતી માટે – http://bhomiyo.wordpress.com

(Samachar in Gujarati. Literature and art site)

સમાચાર – ગુજરાતી સારસ્વત પરિચય

૨૮ મે ૨૦૦૬ માં શરૂ થયેલું “ગુજરાતી સારસ્વત પરિચય” એક વર્ષ ક્યાં પૂરું કર્યુ ખ્યાલ ન આવ્યો.

ફાધર વાલેસથી જે યાત્રા પ્રારંભી
– અને જાણે નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા.
– ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.
‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.
અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.
– દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.
ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા
– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.
ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
– સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
ખબરદારએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ!
– છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.
બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”
રાવજી પટેલએ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ
ઈન્દુલાલ ગાંધીએ આંધળી માનો પત્ર પ્હોચાડયો.
અખો તમે મૂરખ બન્તાં બચાવ્યા. “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”
સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”
રાજેન્દ્ર શુકલના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
હેમન્ત દેસાઇને મનગમતું ગમયું –
“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં
કોઇ પણ મને ગમે.”
– માણસમાં રાખ્યા જયંત પાઠકએ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”
બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં
કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા !
– “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ”
પ્રીતમનો હરીનો મારગ શૂરાનો છે.
મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”
ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”
સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે
– “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
– ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”
જયંતિ દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “
કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.
– “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ
– ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”
કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
– “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે
શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”
કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું
મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડું કલમને, ને હાથ આખેઆખો બળ છે?
‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય
નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “
દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?
“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
– ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?
– “માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.
– તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
– “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” અને લોકો સુધી પ્હોચાડે છે બ્લોગ દ્વારા.
અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”

ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપવા બદલ સંચાલકો : સુરેશભાઈ જાની, જુગલકીશોર વ્યાસ, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગરનો ખુબ આભાર.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,

સમાચાર – Other Languages

This post is in English for the current generation who are Gujaratis but cannot read the language, though can understand it. Please note on the sidebar multi-language transliteration.

Hope the younger generation can read the transliterate content and enjoy their cultural heritage.

ગુજરાતીમાં લખવા માટે વર્ડપ્રેસનું પ્લગ-ઇન

હવે આપણી પાસે ગુજરાતીમાં લખવા/ટાઇપ કરવા માટે વર્ડપ્રેસનું પ્લગ-ઇન હાજર છે. તેને તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. આ પ્લગ-ઇનની ખાસીયત એ છે કે (તે મફત છે અને) કોઇ વ્યક્તિને જો ગુજરાતીમાં કોમેન્ટ લખવી હોય તો તેણે કોઇ ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડતો નથી. સાદા કી-બોર્ડથી ગુજરાતીમાં ખુબ જ આસાનીથી લખી શકાય છે. વળી જો કોઇને ગુજરાતીની સાથે અંગ્રેજીમાં પણ લખવું હોય તો તેણે કી-બોર્ડની F12 ચાપ દબાવવી. તેથી હવે તે અંગ્રેજીમાં લખી શકશે.(ઇ-મેઇલ એડ્રેસ તથા વેબસાઇટની લીંક કોમેન્ટમાં લખવા માટે અંગ્રેજીની જરુર પડવાની હોવાથી આ અનિવાર્ય છે.) ફરી F12 દબાવવાથી ગુજરાતીમાં લખી શકાય છે.

વળી જો બ્લોગમાં કોઇ પોસ્ટમાં કે પેજમાં કંઇક ટાઇપ કરવું કે ફેરફાર કરવો હોય તો ત્યાં પણ આ પ્લગ-ઇન ખુબ જ મદદરૂપ થાય છે કારણ કે હવે તમે કોઇ પણ IME સોફ્ટવેરની મદદ વિના જ સીધું ગુજરાતીમાં લખી શકો છો. તેથી ગુજરાતીમાં માઇક્રોસોફ્ટ વર્ડમાં લખી તેને વર્ડપ્રેસમાં કોપી/પેસ્ટ કરવાની કોઇ જ કડાકૂટ રહેતી નથી.

ગુજરાતી બ્લોગના માલિક માટે આ પ્લગ-ઇન એક આશિર્વાદ સમાન સાબિત થાય કારણ કે હવે તમે વિશ્વના કોઇ પણ કોમ્પ્યુટર પરથી કોઇ પણ સોફ્ટવેરની મદદ વિના આસાનીથી ગુજરાતીમાં લખી શકો છો. વળી જો કોઇ વ્યક્તિને ગુજરાતીમાં કોમેન્ટ લખવી હોય તો તે પણ વિશ્વના કોઇ પણ કોમ્પ્યુટર પરથી કોઇ પણ સોફ્ટવેરની મદદ વિના આસાનીથી લખી શકે છે.

ખાસ નોંધઃ આ પ્લગ-ઇન અન્ય ૭ ભારતીય ભાષાઓ (બંગાળી, હિન્દી, કન્નડા, મલયાલમ, પંજાબી તેલુગુ, તમીલ)માં પણ ઉપલબ્ધ છે.

જયંત વ્યાસનું અવસાન

Jayant Vyas

સમાચાર – યાદી

મિત્રો ‘તને સાંભરે રે …’ કવિતાની પંક્તિઓ યાદ કરતાં એક વિચાર આવ્યો. જેઓએ કવિતાનો અમર વારસો મનના ઉડાંણોમાંથી સીંચીને આપણા સુધી પહોંચાડ્યો છે, એમને કોણ સાંભરશે?

યાદી” છે એમના તરફના ઋણને અદા કરતી એક નજીવીશી કોશિષ.

યાદી” છે આ આમુલ્ય રત્નોની પ્રુથ્વી સાથેના સંપર્કની તારીખોની તવારીખ.

માણજો !

(સંકલન માટેના મુ. શ્રી સુરેશભાઇ જાની ના અમુલ્ય ફાળા માટે હું ખુબ જ આભારી છું.)
(Yaadi. Samachar in Gujarati. Literature and art site)

ગુજરાતીમાં ટાઇપ કરવાની એકદમ સરળ રીત.

આ વેબપેજ ઉપર એક ટાઇપપેડ આપેલું છે. કે જેમાં કોઇ પણ વ્યક્તિ સરળતાથી ગુજરાતીમાં ટાઇપ કરી શકે છે. આ ટાઇપપેડ વાપરવા માટે ગુજરાતી ટાઇપ આવડવું જરૂરી નથી. આપણે સહું ગુજરાતી અંગ્રેજીમાં લખવા માટે ટેવાયેલા છીએ. જેમ કે આપણે ગુજરાતીમાં “કેમ છો?” એમ લખવું હોય તો આપણે “kem chho?” લખવા ટેવાયેલા છીએ. પરંતુ આ ટાઇપ પેડમાં જો તમે “kem Cho?” લખવાની કોશીશ કરશો તો તમને “કેમ છો?” લખેલું દેખાશે. જેમ જેમ તમે એક એક શબ્દ લખતા જાઓ છો તેમ તેમ દરેક અંગ્રેજી શબ્દને આ પ્રોગ્રામ ગુજરાતી યુનિકોડમાં પરિવર્તિત કરે છે. અહીં અંગ્રેજી < -> ગુજરાતી શબ્દોના જોડકા આપેલા છે જેથી ટાઇપ કરતી વ્યક્તિ ફટાફટ અંગ્રેજી શબ્દ જોઇ, ટાઇપ કરીને તરત જ ગુજરાતી શબ્દ મેળવી શકે છે. જોડીયા શબ્દો લખવા માટે કોઇ પણ જાતની મહેનત કરવી પડતી નથી. જેમ કે “બ્લોગ” લખવું હોય તો “bloga” લખવું પડે છે. “કર્મ” લખવું હોય તો “karma” લખવું પડે છે. જો આપને ટાઇપીંગ માટે વધારે માહિતી જોઇતી હોય તો આપ આ વેબપેજ ઉપર જઇ શકો છો.

આપ જો પ્રોગ્રામર હો તો આપ આ ટાઇપપેડ તમને મન પડે એ રીતે વાપરી શકો છો, માત્ર આપને કોપીરાઇટ નોટીસ જેમ છે તેમ જ જાળવવી પડશે. જો આપને આ ટાઇપ પેડ તમારી વેબસાઇટ પર વાપરવું હોય તો તેની માહિતી આ વેબપેજ પરથી મળી શકશે.

આ ટાઇપપેડ વાપરતી વેબસાઇટ:

http://www.forsv.com/guju/ (ગુજરાતીમાં કોમેન્ટ લખવા માટે)

http://www.readgujarati.com (“શોધ કરો” વિભાગમાં “ગુજરાતી ટાઇપ” બટન),

http://poem.vishalon.net/ (ગુજરાતીમાં સરળતાથી કોમેન્ટ લખવા માટે),

http://deegujju.blogspot.com/ (ગુજરાતીમાં કોમેન્ટ લખવા તેમ જ ઇમેઇલ લખવા માટે)

સહેલાઈથી ગુજરાતી લખો

ગુજરાતી લખવા માટે આ હથિયાર સરસ છે.

http://hemang.thanki.googlepages.com/GujaratiTypePad.htm

(via Hardik Tank)

બે નવા બ્લૉગ !

જયશ્રી બહેન ના બે નવા બ્લૉગ .

ટહૂકો
મારી સંગીતની દુનિયાની એક ઝલક

અને

મોરપિચ્છ
થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય…

સમાચાર – વાતચીત

વ્હાલા સાઇબર મિત્રો ગુજરાત અને ગુજરાતી શબ્દો સાથે ગર્વ અને ગરવી શબ્દો બહુ ગૂઢ ગુંથાઇ ગયા છે. આજ ગર્વથી આજે આપ સહુ સાથે એક નવું પગલું ભરુ છું – “વાતચીત” દ્વારા.

“વાતચીત” છે નામ આપણા સહુના મંચનુ. આ છે આપણા સુખ-દુ:ખ, આશા-હતાશા, વિચાર-સૂચન, માહિતી-અનુભવ ના વિવિધ રંગોને વાગોળવાનું સાઇબર ઘર.

મારે ઘેર જરૂર પધારજો.
(Vaat-Chit. Samachar in Gujarati. Literature and art site)

site issues

To all my readers: Yes, the site / blogs do have a problem. It seems the hosting company lost their servers and had to build new ones. They did not have the latest backup and hence some posts are missing. They are still working on it and that is the reason I am not blogging any new posts. Also note, old rss feed url may not work too.

Hopefully the problems will be fixed soon. Thank you all for your patience.

રાજેન્દ્ર શુક્લ – ગઝલ-સંહિતા

તા- 4-9-2005 ના રોજ અમદાવાદના ગજ્જર હોલમાં ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની 450 જટલી ગઝલો “ગઝલ-સંહિતા” નામે 5 ભાગમાં પ્રકટ થઇ છે. આ પ્રકાશન અને આનુસાંગિક જવાબદારી કવિનાં તીવ્ર ચાહકો અને નજીકનાં મિત્રોને આભારી છે. સમગ્ર સંગ્રહ નીચેનાં સરનામેથી મળી શકશે. (મૂલ્ય: 300 Rs)

સહ્રદય પ્રકાશન
714, આનંદ મંગલ -3
ડોક્ટર્સ હાઉસની સામેની ગલી
આંબાવાડી, અમદાવાદ-380006

Phone: 079-26861764, 26404365
Mobile: 09898421234, 09327022755

Tags :

મનહરલાલ ચોકસી મુનવ્વર – વૂક્ષની ડાળેથી ટહુકો ગયો


         – મનહરલાલ ચોકસી મુનવ્વર (Manharlal Choksi MoonvVar- Vruksh ni daali thi tahuko gayo. Ghazal news in Gujarati. Literature and art site)

Tags :