Posts Tagged ‘‘કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી)’

‘કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી) – ગર્વ હું કરતો નથી

Wednesday, August 8th, 2012

ગર્વ હું કરતો નથી, એ વાતે હું મગરૂર છું;
જાણતો ના હું જ મુજને, એટલો મશહૂર છું.

તારી પાસે પ્ હોંચવાની વાત કોરાણે પડી,
હું  જ   મારાથી  હજી  તો  કેટલોયે  દૂર  છું!

આંખડીનાં તેજ મારાં સાવ છીનવાઈ ગયાં,
અંધ  થઈને  આથડું  છું  તોય  તારું નૂર છું.

કાં તો હું તારી દઈશ, ને કાં તો હું તાણી જઈશ,
દર્દનો   દરિયો  છું ને હું પ્રીત કેરું પૂર છું.

સાંભળી તું ના શકે તો વાંક છે તુજ કાનનો,
બંધ  હોઠે રાતદિન ગુંજી રહેલો  સૂર  છું.

હું જ સૂફી-સંત છું, જલ્લાદ કાતિલ હું જ છું,
જેટલો હું છું દયાળુ,એટલો  હું  ક્રૂર  છું.

હાથ મુજ લોખંડી કિસ્મત, આખરે હેઠા પડ્યા,
જેટલો   મજબૂત  છું  હું એટલો  મજબૂર છું.

         –
‘કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી)(મે 20,1921-જાન્યુઆરી 8,1995)(‘Kismat’ Kureshi. Garv hu kartoe nathi. Ghazal in Gujarati. Literature and art site)

‘કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી) – સંબંધની ગાંઠો

Saturday, March 5th, 2005

કેટલી સંબંધની ગાંઠો જીવનના દોર પર
બાંધતાં બાંધી પછી છોડ્યા કરે, છોડ્યા કરે.

         – ‘કિસ્મત’કુરેશી (‘Kismat’ Kureshi. Poems in Gujarati. Literature and art site)