Garvi ગરવી ગુજરાત Gujarat

જો આપ ઇચ્છતાં હો કે વધુ વાચકો તથા વિસ્તૃત વર્ગ માટે આપના બ્લૉગનો "ફોર એસ વી - સંમેલન"માં સમાવેશ થાય, તો "ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો" પર આપના બ્લૉગની લિંક સાથે comment લખો. બધાં જ નવા બ્લૉગ્સની મને જાણકારી ન પણ હોય, જેથી શક્યતા છે કે આપનો બ્લૉગ ચૂકી જવાય. - એસ વી

ફોર એસ વી - સંમેલન ફેસબૂક પેજ

નવરાત્રિની રાસ રમઝટ
(click here for complete list)

સબળા નારી ૩ પ્રવીણા કડકિયા

February 28th, 2015

 

*****

ગૌરી એકદમ હરખ પદુડી જણાતી હતી આટલી ખુશ તો કદાચ તેના લગ્ન રાવજી  સાથે થયા ત્યારે પણ  નહોતી. બાળકી હતી, કશું ભાન હતું નહી. માતા અને પિતાએ કહ્યું એટલે રવજી સાથે પરણીને સાસરે આવી. આજની વાત જુદી હતી. તેના હૈયાનો હાર, કલેજાનો ટુકડો ગોમતીનું માગુ લઈને તેના દાદા જવાના હતા. ફરક એ હતો કે ગોમતીને મનનો માન્યો મળવાનો હતો ! ધનજી અને ગોમતી એક બીજાને ચાહતા હતા એ બધાને ખબર હતી. તેથી જ તો ગૌરી, ગોમતીને પરણાવવા ઉંચી નીચી થતી હતી. જુવાનીના આવેશમાં કોઈ આડુ પગલું ભરાઈ જાય તો નાલોશી લાગે તે જાણતી હતી. દીકરીની મા હમેશા સાવધાન હોય! સસરાજી આવી ગયા હતા. ગોમતીની વાત કાને નાખી. ઘડી ભરના વિલંબ વગર તૈયાર થઈ ગયા. તેઓ જાણતા હતા ‘સારા કામમાં સો વિઘ્ન આવે’ !

ગૌરી ખૂબ  ખુશ થાય તેમાં શી નવાઈ ? રવજીની ખોટ સાલી પણ તે તો હવે થોડા દિવસોની  વાત હતી. આંગણામાં શરણાઈના સૂર રેલાઈ ઉઠશે. ઢોલ ઢબૂકશે અને છમ છમ કરતી ગોમતી તેના મનના માનેલાનો હાથ ઝાલી સાસરે વિદાય થશે. મહેંદી ભર્યા ગોમતીના હાથની કલ્પના તેના મનને ભાવી. પીઠી ચોળતી વખતે કયું ગીત ગાશે તે ગણગણી રહી. હા, તેનું આંગણું સુનું થશે પણ એ તો કુદરતનો ધારો છે. તે પણ એક દિવસ પિયર છોડી સાસરે સંચરી હતી. ‘ગૌરી, હવે વર્તમાનમાં આવ, ખયાલોમાં ખિચડી પકાવવાનું બંધ કર’! અંતરનો અવાજ સંભળાયો! મનમાં પાછી ઘડા લાડવા ઘડવા માંડી.

હરિહર જોશીડાને તેડું મોકલવું પડશે. ખાસ કહેવાનું ઘડીનો વિલંબ કર્યા વગર આવી જાય. વાર જોવાનો, તિથી જોવાની અને મૂહર્ત જોવાનું.

‘બાપુ આજે પેલા હરિહરને તેડાવ્યો છે’.

‘હા, બેટા એ આવીને સારો દિવસ અને ચોઘડિયુ બતાવી જાય એટલે જઈશ’. એ બે દિવસ પછી આવ્યો. ગૌરીએ પરોણાગત કરી અને શા કાજે તેડાવ્યો છે તે બરાબર સમજાવ્યું. જુઓ, હરિહરકાકા, સારો દિવસ, વાર ચોઘડિયુ જો જો. આપણી ગોમતીનું માગુ લઈને બાપા અને ધરમશી ભાટિયા જાતે જવાના છે. જેટલો સમય લેવો હોય તેટલો લો. ત્યાં સુધીમાં હું શીરો અને ભજિયા બનાવું છું. પ્રેમથી ખાઈને જજો.

શીરો અને ભજિયાનું નામ સાંભળી હરિહરકાકાના મોઢામાં પાણી આવ્યું. થેલીમાંથી પંચાગ કાઢ્યું અને ગણતરી કરવા લાગ્યા. બે દિવસ પછીનું મુહર્ત બતાવ્યું અને અખાત્રીજ  લગ્ન માટે પણ કહ્યું. રવજી એ પહેલા આવી જશે તેની ખાત્રી કરી લીધી.

સારા  સુરભી ગાયના શુકન જોઈને બાપુ અને ધરમશીભાઈ નિકળ્યા. ગૌરીએ કંસાર તો ખવડાવ્યો પણ પાછું નિકળતા ગોળ દીધો અને તાજુ મીઠુ દહી ખવડાવી વિદાય કર્યા. મેઘજીભાઈને ઘરે દીકરી ગોમતીનો હાથ તેમના દીકરા ધનજીને સોંપવા.’ખુબ સુંદર અવસર હતો. બન્નેના મનમાં આશા અને ઉમળકાનો સાગર ઉમટી રહ્યો હતો. અધુરામાં પુરું ધનજી અને ગોમતી એકબીજાને ખૂબ ચાહતા હતા એ વાત અજાણી ન હતી. ઘીના ઠામમાં ઘી પડી રહે એનાથી વધુ આનંદની  વાત  કઈ હોય?

ગોમતીને ખબર પડી દાદા અને ધરમશી બાપુ ધનજીના બાપુને ત્યાં જાય છે. પાછલે બારણેથી દોડી ઝટ ધનજી પાસે આવી. ધનજી તેના કામમાં ગળાડૂબ હતો. તેની પાસે સરીને કાનમાં બોલી,

‘એય , આજે હું બહુ ખુશ છું!”

‘કેમ આજે કાંઈ ખાસ વાત છે’?

‘અરે, તને કહીશ તો તું મને —-‘!

‘હા, હા બોલ હું તને—‘?

‘ઉચકીને ગાલે—‘?’

‘તું છે ને યાર વાત નથી કરતીને વાતમાં મોણ નાખ્યા કરે છે’.

‘પ્રિયે, વાત એવી છે કે  તને કહું કેવી રીતે’?

‘તારા સુંદર મુખેથી’!

‘હા, તો સાંભળ મારા દાદા અને ધરમશી બાપુ તારે ઘરે આજે આવે છે’.

ધનજીને ગોમતીને ચીડવવાની અને તેના હાવભાવ જોવાની મઝા આવતી હતી. જાણી જોઈને તેને પરેશાન કરતો હતો. ‘તો ભલેને આવતા’!

‘એય, પાગલ તારી ને મારી વાત કરવા’!

‘ઓ, હવે ખબર પડી કહી ગોમતીને લાજ શરમ છોડી ઉચકી લીધી અને પાગલની માફક ગોળ ગોળ ફરવા લાગ્યો.

‘હવે મને નીચે મૂકીશ ? ચક્કર આવે છે.’

જેવી નીચે મૂકી કે ગોમતી પાછી ઘર તરફ નાઠી. આવી હતી તેના કરતા બમણી ઝડપે દોડી. તેને ડર હતો કે મા ને ખબર પડી જશે તો ?

બાપા ધરમશીભાઈ ભાટિયા અને ગૌરીના બાપાને ઘર જેવા સંબંધ. ધરમશીભાઈને ગૌરી જાણે પોતાની દીકરી હોય એટલું વહાલ. હવે ગૌરીની દીકરી ગોમતીનું માગુ લઈને રવજીના બાપા સાથે જવાનું હોય એ તેમને મન ગૌરવ અપાવે એવી વાત હતી.તેમણે જુવાનીમાં ‘સ્ટીમ કંપની ‘ ચાલુ કરી હતી. નાના ગામના નવા નિશાળિયા  પાસે બહુ મૂડી મળે નહી. નસિબનું પાનું ક્યારે ફરે તેને કોણ કહી શકે. આજે બે દીકરા જોડાયાને મોટી કંપનીમા દીકરાઓ સાથે ભાગિ્દાર બની ગયા. હવે પોતે નિવૃત્ત જીવન ગાળતા. ગામમાં શાખ અને નામના જમાવ્યા હતા. ટાણે , કટાણે મદદ કરવામાં પહેલો નંબર.

ધરમશી ભાઈ ભાટિયાને નામે સિક્કા ચાલે. મોટા સખાવતી ગામના મોભાદાર માણસ. દરિયાવ દિલના હોવાને કારણે કદી કોઈ માણસ ખાલી હાથે પાછો ન ફરે. તેમને થતું ‘તારું દીધું લેવું ને તારું દીધું દેવુ’. જ્યારે ઈશ્વરે આટલી મહેર કરી છે તો શામાટે દિલ ટુંકું રાખવું. અડધી રાતે કોઈને કામ પડે તો ધરમશી શેઠ હાજર જાણવા. ધરમશી શેઠ ગાંઠનું ગોપીચંદન કરીને પણ ગામના લોકોના કામ કરે. એમાં જો જેની સાથે સંબંધ સારા હોય તેમને કાજે મરી ફીટે. ગામની ઘણી સંસ્થામાં પ્રમુખ હોવાને કારણે નિવૃત્તિકાળમાં ખૂબ પ્રવૃત્તિમય જીવન વિતાવે છે.

નાના મોટા કૌટુંબિક પ્રશ્નોનું નિરાકરણ ચપટી વગાડતા કરે. લોકો તેમને ઈજ્જત આપે . તેમની વાત પર સંપૂર્ણ ભરોસો મૂકી કબૂલ કરે !આજે તેમને હરખ માતો ન હતો. ગૌરીની દીકરી, ગોમતી માટે આવો કનૈયા કુંવર જેવો ધનજી સરસ મજાનો લાંબો ડગલોને પાઘડી પહેરી તૈયાર થઈ ગયા.

તેમણે  ગૌરીને નજર સમક્ષ મોટી  થતા જોઈ હતી.  એ ગૌરી રવજીની સાથે પરણી ત્યારે એમની આંખોના આંસુ  રોકાતા ન હતા. આજે એની દીકરી ગોમતી પરણવા જેવડી થઈ ગઈ. ગોમતીના બાપ રવજીની ખોટ સાલી, જ્યારે બાપ કરતા  દાદા આવી શુભ વાત કરવાના હોય એનો ઉમંગ અનેરો હોય. રવજીને તે પોતાનો જમાઈ ગણતા. રવજીની પ્રગતિ અને તેની ચડતી જોઈ પોરસાતા. તેની  લાખોમાં એવી એકની એક દીકરી ગોમતી પરણવા જેવડી થઈ ગઈ તે આનંદનો અવસર હતો.

નિવૃત્તિ કાળ દરમ્યાન સારા પ્રસંગે ધરમશીભાઈ ભાટિયાએ જ્યારે સાથે જવાની હા ભણી તેથી ગૌરી ખૂબ હરખાઈ. એમના બોલનું વજન પડે. ગામમાં પાંચમા પુછાય એવા વ્યક્તિની સાથે જવાનું છે એ જાણી રવજીના બાપુ પણ ખૂબ ખુશ થયા. ધંધાનું સુકાન બન્ને બાળકોને સોંપી તેઓ પાછલી જીંદગી ઉદ્યમ પૂર્વક જીવતા. ગામમા મોટી હૉસ્પિટલ બંધાવી. શાળા માત્ર નાના બાળકોની હતી.  વિદ્યાની અગત્યતા જાણતા તેથી મોટી શાળા બંધાવી. છોકરાઓને રમવા માટે મેદાન  બનાવડાવ્યું. રમત ગમતના સાધનો પણ વસાવી આપ્યા.

‘  બાપુ, ગોમતીના પિતાજી  (રવજી) તો હજુ આવી શકવાના નથી તમે અને મારા બાપુની જગ્યા લે એવા ધરમશી કાકા બન્ને સાથે ગોમતીનું માગુ લઈને મેઘજીભાઈને દ્વારે જજો! હરિહર જોશીડા એ મૂહર્ત જોઈ ચોઘડિયું કાઢી આપ્યું  છે. તમે બન્ને એ સમયે ઘરેથી પધારજો. હું તાજા ઘીનો કંસાર બનાવીને લાવું છું’!

શ્રીધરમશી ભાટિયા અને રવજીના બાપુ ઘરેથી નિકળ્યા ત્યારે ગૌરીએ  કુલડીમાં રાંધેલો ઘી અને ખાંડ મિલાવેલો કંસાર બન્નેને આગ્રહ કરીને ખવડાવ્યો. હરિહરના કહ્યા પ્રમાણે શુકન અને શુભ ચોઘડિયુ જોઈ બન્ને સિગરામમાં બેસીને નિકળ્યા. આખે રસ્તે તેઓ ગોમતીના ગુણ અને રૂપની વાતો કરતા  ધરાયા નહી. મેઘજીભાઈને ઘરે કહેણ મોકલ્યું હતું.  વેવાઈને ત્યાં જવાનું હતું. વટવહેવાર બરાબર સાચવવો પડે, એમાંય દીકરાના બાપ હમેશા વેવાઈનો મોભ અને મર્યાદા જાળવે. દીકરાવાળા પણ હેત ભેર આગતા સ્વાગતા કરે અને ધીર બંધાવે. તમારી દીકરી અમે સાચવશું. હવે એ અમારા ઘરની લાજ અને શરમ સાચવી આબરૂ વધારશે!

મેઘજીભાઈ આંગણે આવેલા અતિથિનું ઉમળકાભેર સ્વાગત કરે છે.  તેમને આજનું નિમિત શું છે તેનો બરાબર ખ્યાલ હતો. હરખ માતો ન હતો.  દીકરા માટે ગોમતીનું માગું લઈને આવનાર અતિથિનું સ્વાગત તેમાં જારાય ખામી ન આવવી જોઈએ. સાથે ધરમશી ભાટિયાને જોઈ રાજીના રેડ થઈ ગયા.

‘આવો, આવો મુરબ્બી તમે અમારું  ખોરડું પાવન કર્યું’!

નમ્રતા જીભને ટેરવે વસી હોય એવા ધરમશી ભાટિયા કહે,’અરે ત્રણ મેડીવાળી હવેલી ખોરડું કહેવાતું હોય તો ખોરડાને શું કહીશું’?

ત્રણેય જણા ખડખડાટ હસી પડ્યા. મેઘજીભાઈના બા દોડીને આવ્યા., આવો, ભલે પધાર્યા. વેવાઈ બોલવા જતા હતા ત્યાં અટકી ગયા. ‘અરે કહો , કહો આનંદથી આજે કહો. અમે અમારી લાડલી દીકરીનું  માગુ લઈને આવ્યા છીએ. તમે મંજૂરીની મહોર મારો એટલે હવેથી આપણે વેવાઈ, બરાબરને ‘?

મેઘજીભાઈને તો ભાઈબંધની દીકરીનું માગુ ધનજી માટે આવ્યું જાણી સોનામાં સુવાસ હોય તેવું લાગ્યું. સહુને ખબર હતી આ એક દિવસ થશે. એ શુભ દિવસ આજે છે તે જાણી ખૂબ આનંદ થયો.

બાએ ખુશીથી માથું ધુણાવ્યું અને બોલ્યા,’ હા ઉભા રહો હું ગોળધાણા લાવી મ્હોં મીઠુ કરાવું એટલે વાત પાકી’.  આજે કાયદેસર વાત આવી તેથી આનંદમાં ઉમેરો થયો. જે ઘડી પળની બન્ને કુટુંબો વાટ નિહાળી રહ્યા હતા એ આજે હકિકતમાં પલટાઈ. મેઘજીભાઈની માએ ખબર હોવાથી ખંડવા ઘંઉને દળાવી રાખ્યા હતા. તાજો કંસાર ચુલા પર રાંધ્યો, તેમા ઘી ને બુરુ ભેળવી સહુને પ્રેમથી જમાડ્યા.

મેઘજીભાઈ ખુશીથી હરખાઈ ઉઠ્યા. ગોમતીનાા દાદાને  કહે,’ આ તો મારી અંતરની ઈચ્છા હતી. આજે મારા સપના સાકાર થયા. તમે મારા ભાઈબંધની દીક્નુંરી કહેણ લઈને ક્યારે આવશો એની તો અમે કાગડોળે રાહ જોતા હતા. આજે મારે આંગણે સોનાનો સૂરજ ઉગ્યો. મારો ધનજી અને ગોમતી એકબીજાને પસંદ કરે છે. તમારી છોડી અમારે ઘેર આવીને રાજ કરશે.’

બે વખત ઘરભંગ થયેલા મેઘજીભાઈ આજે અંતરની વાણી બોલતા થાકતા ન હતા. ‘ગોમતીએ તો મારી બાનું દિલ પણ જીતી લીધું છે. જ્યારે પણ અંહી આવે ત્યારે, ‘બા બેસો તેલ ઘસી દંઉ’.કહેતીકને માથામાં ઘસવાનું ધુપેલ જરા ગરમ કરી બાને એવી સરસ માલિશ કરી આપે કે તેમને મીઠી નિંદર આવી જાય’.

બાપુજી ક્યારના પોતાના બોલવાની રાહ જોઈ રહ્યા હતા. ‘વેવાઈ, શ્રીમાન મેઘજીભાઈ ચાલો ત્યારે કરો કંકુના’! કહીને ગૌરીએ સાથે બાંધી આપેલું ખડી સાકરનું પડીકું આપ્યું’. આમ રંગે ચંગે ગોમતીની સગાઈ નક્કી કરી સહુ વાતોએ વળગ્યા. આવો શુભ અવસર આંગણે હોય ત્યારે આખું ઘર કિલ્લોલ  કરતું લાગે. ચારે દિશાઓ શુભ સમાચારના પડઘા પાડે.

બા ત્રણેયને જમાડતા જાય અને ગોમતીના ગુણગાન ગાતા જાય, ધરમશી બાપુ અને દાદા પોતાની વહાલી છોડીના વખાણ સાંભળી રાજીના રેડ થાય.  કયો દાદો હોય જેને પોતાની છોકરીના ગુણગાન સાંભળવા ના ગમે. બાપુને થયું અત્યારે રવજી હોત તો સોનામાં સુગંધ ભળત.

ગોમતી પલંગમાં પડી પડી ધનજીને સપનામાં સતાવતી હતી. ધનજી કામેથી આવ્યો. ઘરમાં આવેલા મહેમાનોને જોઈ પાછલે બારણેથી રૂમમાં ભરાયો. બસ હવે ગોમતી મારી થવાની બહુ ઝાઝા દિવસ રાહ નહી જોવી પડે !

*******


આગળ વાંચો ...

છબી એક -સ્મરણો અનેક – પ્રિયતમને દ્વાર (૨)-શૈલા મુન્શા

February 28th, 2015

10988296_10152835078559842_2816535904507271234_n

બિંબ પ્રતિબિંબ

ઉમાનો પાંચમો જન્મદિવસ. ખુબ બોલકી એ લાડકી પૌત્રી ના સવાલોનો મારો કદી ખુટે નહિ. અજબની એની દુનિયા, અમારી એ ઢીંગલી નો સંસાર એની ઢીંગલી ની આસપાસ જ ઘુમે. ફોન કરીએ તો કહેશે “નાની હમણા હું બહુ બીઝી છું ઢીગલી ને નવડાવું છું પછી મારે વોલમાર્ટમા એના માટે શોપીંગ કરવા જવાનુ છે પછી વાત કરીશ. તો કોઈવાર સામેથી ફોન કરી એટલી વાત કરે અને નાનાને આપ ને, નાના સાથે વાત કરતાં હવે નાની ને આપો કરતા અમને થકવી દે.” મારે કહેવું પડે “ઉમા હવે હું મારી દિકરી સાથે વાત કરું? તો કહેશે એ મારી મમ્મી છે.” અમારી એ રોજની મીઠી તકરાર. “તારી મમ્મી એ મારી દિકરી છે, અને એનો લહેકો જાણે નજર સામે એનો ચહેરો તાદૃશ્ય કરી દે. ઓહો! મારી મમ્મી તમારી દિકરી છે જેમ મારા પપ્પા મારી દાદીના દિકરા છે.”
હજી કાલે તો ઉમાનો જન્મદિવસ ઉજવાયો અને રાતે ને રાતે મહેશે દિકરીના ઢગલાબંધ ફોટા અને વીડિયો Whatsapp પર મોકલી આપ્યા. ટેક્નોલોજી ની કમાલે દુનિયાને આપણી મુઠ્ઠીમા કરી દીધી છે. ઉમા એની માની જ પ્રતિકૃતિ છે. બિંબ ને પ્રતિબિંબ.
ફોટા જોતા જોતા મને મારી એ નાનકડી ગહેના યાદ આવી ગઈ. એની પાંચમી વર્ષગાંઠ પણ આમ જ ધામધુમથી ઉજવી હતી. આજે ગહેના પોતે એક મા છે અને પાંચ વર્ષની એની દિકરી છે.
ગહેના સાચે જ અમારા ઘરનુ ઘરેણુ હતી. માબાપને મન સહુ બાળકો સરખા જ વહાલા હોય એમા કોઈ શક નથી. કહે છે ને કે પાંચ આંગળી ભલેને લાંબી ટુંકી હોય જેના પર પણ કાપો પડે, વેદના અને લોહી તો સરખું જ વહેવાનુ.
તો ય પહેલી વાર મા બનવાની એ અનુભૂતિ અને અહેસાસ કાંઈ જુદા જ સ્પંન્દનો દિલમા જગવે છે. પોતાના જ દેહમા પાંગરતુ એક નવુ જીવન, નવ મહિના રોજ નવો અહેસાસ, રોજ નવી લાગણી. કદી ડર તો કદી રોમાંચ.
અને એ ક્ષણ! એક નવજીવન ધબકતું તમારા હાથમા. જે તમામ વેદના એ દર્દ સહુ ભુલાવી માતૃત્વ નો અમરત કુંભ તમારા હાથમા ધરી દે. એટલે જ તો કહ્યુ છે કે મા ની મમતાની તોલે તો ભગવાન પણ ના આવે.
ગહેના ઘરની પહેલી દિકરી.માબાપની તો લાડકી જ પણ દાદા દાદી ને કાકા ને ફઈ સહુની આંખનો તારો.હસતી રમતી નાનકડા પગલે આખા ઘરમા ફરી વળતી. દાદા ઓફિસથી આવે એટલે સહુથી પહેલા હાથ લાંબો કરી સવાલ, “શું લાવ્યા દાદા?” અને દાદનો પણ એક જ જવાબ. “મારી ઢીંગલી માટે ચીકુ કે દ્રાક્ષ કે કેળું જે ઋતુ એ પ્રમાણે ફળ” નાનપણથી જ દાદી ની શીખામણ કે ગહેનાની માવજત બરાબર થવી જોઈએ. કોઈ ખોટી ટેવ નહિ પાડવાની. બહારના મહેમાન મળવા આવે અને ચોકલેટ લાવે તો ય સમજાવટથી કામ લે. મહેમાન ને પણ સમજાવે કે બાળકોને નાનપણથી સારી ટેવ પાડીએ તો એમની તંદુરસ્તી સારી રહે. બાળકને તો સમજ નથી આપણે જે ખાવાની ટેવ પાડીએ એ પડે.
રાતે જમવા બધાએ સાથે જ બેસવાનુ અને ભાણામા જે પીરસાય તે બધાએ ખાવાનુ. આમ નાનપણથી જ ગહેનાને બધા શાકભાજી કઠોળ વગેરે ભાવતા થઈ ગયા. દશ વર્ષની ગહેનાને લઈ જ્યારે અમદાવાદ લગનમા ગઈ તો બીજા બાળકો ના નખરા જોઈ મને મારા સાસુની કેળવણી પર ખુબ જ ગર્વ થયો. સંયુક્ત કુટુંબમા ઉછરી હોવા છતાં ગહેનાને કોઈ ખોટા લાડ ન લડાવતું અને જે સંસ્કાર એનામા હતા એ મારા માટે ગૌરવ ની વાત હતી. બીજી મમ્મી ઓ ની કાયમની ફરિયાદ સાંભળી “મારા મનુ ને તો મોળા શાક જ જોઈએ , તીખું તો એ જરાપણ ખાઈ ના શકે, દીપક તો ખાલી બટાકાનુ શાક જ ખાય, મેઘા ને તો અઠવાડિયા મા બે વાર મેક્ડોનાલ્ડના પીઝા ખાવા લઈ જવી જ પડે” આ બધું સાંભળી ને વિચાર આવ્યો ભુલ કોની?
આ બધા બાળકો પણ ગહેનાની ઉંમરના જ હતા છતાં આજે માને ફરિયાદ કરવી પડતી પણ એ વિચાર નહોતા કરી શકતા કે આનુ કારણ શું? શું પોતાની જ ભુલ નહોતી? નાનપણથી જ એક નિયમ બનાવ્યો હોત તો કદાચ આજે આ વારો ન આવત.
નાનકડી એ ગહેના ક્યારે મોટી થઈ ગઈ એ ખબરે ના પડી અને જોત જોતામા તો એના લગ્ન ના વિચાર મનને ઘેરી વળ્યા. સાસુ સસરાનો સાથ પુરો થયો અને ગહેનાનુ નસીબ એને ક્યાં લઈ જશે નો એક છાનો ડર મનને ખોતરી રહ્યો. ગહેનાની મરજી જાણવાનો પ્રયાસ કર્યો, કોઈ યુવક એના ધ્યાનમા હોય, કોઈને એ ચાહતી હોય પણ એવું કાંઈ નહોતું એટલે કોઈ સારો પરિવાર, કોઈ સુપાત્ર મળે એની શોધ શરૂ થઈ.
અમે અમેરિકામા પણ કેનેડાથી એક સારા છોકરાની વાત આવી. બન્ને પરિવાર રૂબરૂ મળ્યા. ગહેના અને મહેશ થોડો સમય ઇન્ટરનેટ થી ચેટ કરતા રહ્યા અને બન્નેની સંમતિ થી આ પરિચય લગ્નના બંધનમા બંધાયો.
ઉમાના ફોટા જોતા ગહેનાની યાદ આવી અને એનુ આલ્બમ લઈ બેઠી.એના જન્મથી માંડી અત્યાર સુધીના ફોટા. પહેલા બાળકના જેટલા ફોટા હોય કદાચ બીજાના એટલા નથી હોતા. ગહેનાના દરેક મહિનાના એ બેસતા શીખી, પહેલું ડગલું ભર્યું, પહેલી વર્ષગાંઠ કંઈ કેટલાય અગણિત ફોટા. ફોટાની વણઝાર એના લગ્નના ફોટાના આલ્બમ પર આવી અટકી.
મારી નજર હાથમા લગ્નનુ શ્રીફળ લઈ નવવધુના પાનેતરમા ઘરના ઉંબરે ઊભેલી ગહેનાની તસવીર પર અટકી. આંખોમા નવજીવનનો ઉમંગ અને માતા પિતાનો હાથ છોડી નવા પરિવારમા સમાવાનો એક છાનો ડર, બન્ને ભાવ એક સાથે એના ચહેરા પર સ્થિર થઈ ગયા હતા.
દશ વર્ષ થઈ ગયા ગહેનાના લગ્નને. હજી હમણા જ જાણે એને વિદાય કરી અને આજે એ પણ એક દિકરીની મા બની ગઈ. આજે એના સાસુના મુખે જ્યારે સાંભળું છું કે તમારી ગહેના તો અમારા ઘરનુ અમોલુ ઘરેણુ છે ત્યારે બસ છાતી ગજ ગજ ફુલે છે અને એજ આશીર્વાદ હૈયેથી ઝરે છે કે દિકરી આમ જ તારા સંસારને ઉજાળતી રહેજે અને ઉમાને તારૂં પ્રતિબિંબ બનાવજે.
અસ્તુ.
શૈલા મુન્શા તા. ૦૨/૨૮/૨૦૧૫

આગળ વાંચો ...

ઓ કાકા તમે થોડા થોડા થાવ વરણાગી…પેરડી ગીત … સાક્ષર ઠક્કર

February 28th, 2015

આજે શ્રી સાક્ષર ઠક્કર કાકા ને સલાહ આપે છે કે કાકી મંદિર જવાને બદલે પાર્લરમાં જાય છે,આઇબ્રો અને ફેસીયલ કરાવતી જાય છે,તો તમે પણ વરણાગી થઇ જીન્સ પહેરવા માંડો તો સારું।

..પછી જુઓ કેવી જોડી જામે છે. ​

આ પેરડી ગીત મૂળ ગીત- ઓ ભાભી તમે થોડા થોડા, ચિત્રપટ – ગણસુંદરી(૧૯૪૮) ઉપર આધારિત છે, એ જૂની પેઢીના વાચકોને તરત સમજાઈ જશે.

શ્રી સાક્ષર ઠક્કર અને શ્રી વિજય શાહ- સહિયારું સર્જન બ્લોગના આભાર સાથે આ આખું મજાનું કાવ્ય નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને માણો.

o kaka


Filed under: ગુજરાતી ગીત, વિનોદ પટેલ આગળ વાંચો ...

અક્ષરનાદ આંતરરાષ્ટ્રીય માઈક્રોફિક્શન સ્પર્ધા ૨૦૧૪ – પરિણામ

February 28th, 2015
હા.......શ આ સૌપ્રથમ લાગણી છે જે આજે મને ચોતરફથી ઘેરી વળે છે. ચાર મહીનાના અક્ષમ્ય વિલંબ પછી આજે જ્યારે માઈક્રોફિક્શન સ્પર્ધાના પરિણામ જાહેર કરી રહ્યો છું ત્યારે ખૂબ અસંતોષ છે, અસંતોષ મારી પોતાની પ્રત્યે જ છે, અને એ છે અનેક વાચકો અને સ્પર્ધકોને તેમની કૃતિઓ માણતા અને એ કૃતિઓની મૂલવણી જાણતા મહીનાઓ સુધી રોકી રાખવાનો. આ માટેના બહાનાઓની મારી વાત અલગથી કરી જ છે, અહીં પરિણામો અને વિજેતાઓની જ વાત. આગળ વાંચો ...

ધર્મઋણ – બાબુલ

February 28th, 2015
યદિ
હોય ધર્મ  
અખંડ અંડાણુંનો
તો છે અંગીકાર:
હોય સંપ્રદાય  
સહસ્ર શુક્રાણુંઓનો
તો છે સમર્પણ:
આ જ ધર્મજન્ય
ગર્ભબિંદુની નિર્દોષતા
માનસમાં જીવંત હોય..
એ ધર્મ    
બાબુલ 

આગળ વાંચો ...

An Amazing iPad Magician

February 28th, 2015

Wow… check this out!

An Amazing iPad Magician Simon Pierro

He brought a magic iPad with him and wowed Ellen’s audience right along with Ellen!

A very cool iPad magic demonstration

સાભાર- શ્રી ચીમન પટેલ ,હ્યુસ્ટન -ઈ-મેલમાંથી 


Filed under: જાદુ, વિનોદ પટેલ આગળ વાંચો ...

હું વિઠ્ઠલવરને વરી – હરિકૃષ્ણ પાઠક

February 28th, 2015
સતત રહીને પરી, વરી હું વિઠ્ઠલવરને વરી હું જાણું કે સામો ચાલી એ તો શીદને આવે, દૂર રહીને બહુ બહુ તો એ વેણુનાદ બજાવે. મેં તો મારી સઘળી સુરતા ચરણકમળમાં ધરી, વરી હું વિઠ્ઠલવરને વરી એ પંડે ઘનશ્યામ, ગમે તો...

Read more on the blog.
આગળ વાંચો ...

ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી (૫) સાક્ષર ઠક્કર

February 28th, 2015

by saksharthakkar

(વિષય પ્રેરણા બદલ “શબ્દોનું સર્જન અને પ્રજ્ઞાબેન“નો આભાર

મૂળ ગીત- ઓ ભાભી તમે થોડા થોડા, ચિત્રપટ – ગણસુંદરી(૧૯૪૮))

હવે થોડાં થોડાં, તમે થોડાં થોડાં થાવ વરણાગી
ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી

નવી ફેશનની ધૂન બધે લાગી
ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી

મહોમદ રફીને છોડો, હવે હની સિંગ બનો,
કાકીની સાથે જઈ થોડું શોપિંગ કરો,

તમારા બાબાના જીન્સ પહેરો માંગી
ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી

છાપું છોડીને કાકા ટેબ્લેટ વાંચો હવે,
છોડી શરમ તમે બિન્દાસ નાચો હવે.

ભલે વર અને ઘોડો જાય ભાગી,
ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી

ફેસબુક પર થોડા ઘણા સેલ્ફીઓ ચીપકાવો,
વોટ્સએપ પર સારા સારા ટુચકાઓ મોકલાવો,

ગોસીપ કરો ને કાકા પંચાતો મૂકી દો.
ચીન્ગમ ચાવો ને કાકા પાનમાવો થુંકી દો;

પણ જોજો ના જાય કાકી ભાગી
એટલે બહુ નહિ,
પણ કાકા તમે થોડા થોડા થાઓ વરણાગી.

- સાક્ષર


આગળ વાંચો ...

ખીલે રણમાં…

February 27th, 2015

image


Filed under: ગઝલ GHAZAL આગળ વાંચો ...

વ્હાલના વારસદાર યામિની વ્યાસ…પ્રેમ એટલે…/પરેશ વ્યાસ

February 27th, 2015
મારે ખોળે મીઠો કલરવ વ્હાલના વારસદાર તમે ખુશીઓનો મેળો લઈ આવ્યા કંઇ પળ પળના તહેવાર તમે વ્હાલના વારસદાર તમે કાલી ઘેલી વાણી માથી મધુરા સ્પંદન નીતરતા’ તા ‘માં’ શબ્દની આરપાર સો મેઘધનુષ રચાતા’તા જાણે જીવનના સહુ ભાવી સુખોનો અણસાર તમે … Continue reading આગળ વાંચો ...

અહમ બ્રહ્માસ્મિ, (૪) ડૉ ઇંદુબહેન શાહ

February 27th, 2015

aham brahmasmi

મનુષ્ય જન્મ લીધો, ચોર્યાસી લાખ ફેરા ફર્યા બાદ મહામુલો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. તેનું ધ્યેય બ્રહ્મને ઓળખવો, બ્રહ્મનિષ્ઠ થવું. આ ધ્યેય કોઇ દુન્યવી વસ્તુ કે દુન્યવી જ્ઞાન મેળવવા માટેનું નથી, તે તો છે સ્વને, આત્માને સતને, બ્રહ્મને (આ ચારેય પર્યાયવાચી શબ્દો છે) જાણવાનું પામવાનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું તે છે. આ ધ્યેય પ્રાપ્તિ માટે આપણા ઋષિઓએ માર્ગ બતાવેલ છે.જાણીયે.

ચાર વેદમાં દર્શાવેલ ચાર બ્રહ્મવાક્યોના અર્થ પર સતત મનન, ચિંતન કરવું એ આત્મ જ્ઞાન માટેની અંતરંગ સાધના છે. સૌ પ્રથમ આ ચાર વાક્યો શું છે તે જાણીયે.

૧  પ્રજ્ઞાનંબ્રહ્મ     ઋગ્વેદનું મહાવાક્ય

૨  તત્ત્વં અસિ     સામવેદનું મહાવાક્ય

૩  અયમાત્મા બ્રહ્મ   અથર્વવેદનું મહાવાક્ય

૪  અહમ બ્રહ્માષ્મિ    યજુર્વેદનું મહાવાક્ય

પ્રજ્ઞા એજ બ્રહ્મ, પ્રજ્ઞા એટલે કાર્યદક્ષ- નિર્ણાયક બુધ્ધિએ મેળવેલ યથાર્થ જ્ઞાન. સાંસારિક, કોલેજ યુનિવર્સિટી દ્વારા મેળવેલ જ્ઞાન, જેને સેક્યુલર નોલેજ કહેવામાં આવે છે, એ વિષયોનું જ્ઞાન છે, જેનાથી સાંસારિક સુખ સમૃધ્ધિ મેળવી શકાય છે, જે મેળવી માનવી ક્ષણિક સુખ મેળવે છે,તેથી કદી પૂર્ણ સંતોષ પામતો નથી, વધુને વધુ સુખ સમૃધ્ધિ માટે દોડધામ સકામ કર્મ ચાલુ જ રહે છે, અને કર્મ અનુસાર તેનો આત્મા જુદી જુદી યોનીમાં ભટકતો રહે છે.

પ્રજ્ઞા એ ગુરુ પાસે બેસી મેળવેલ વેદાંત જ્ઞાન. જે ઉપ નિ ષદ જ્ઞાન, ઉપ એટલે સરન્ડર, ગુરુ સામે સમધિ (યજ્ઞ માટે) સામગ્રી લઇને ઉપસ્થિત થવું, નિ એટલે પાસે,નીચુ આસન ગ્રહણ કરી, ષદ એટલે બેસવું- પૂર્ણ શ્રધ્ધા સાથે ગુરુના ચરણોમાં સરન્ડર થવું. બ્રહ્મજ્ઞાન મેળવવું, આતો ફક્ત જ્ઞાન, શિષ્યને પ્રોસ્તાહિત કરવા ગુરુ બોલે છે “પ્રજ્ઞાનંબ્રહ્મ”

તત્ત્વં અસિ   આ વાક્ય સામવેદના વેદાન્ત ભાગના ચાંદોગ્ય ઉપનિષદનો છઠો મંત્ર.

“तततवम असि वाक्यार्थ चिन्तनमेवान्तरंग्साधनमात्म बोधस्य।“

શબ્દાર્થઃ- તત- તે , ત્વમ-તું, અસિ- છે, વાક્યાર્થ- વાક્યનો અર્થ, ચિન્તનમ-ચિન્તન, એવ-એજ, અન્તરંગ સાધનમ-આંતરિક સાધના, આત્મબોધસ્ય-,આત્મસાક્ષાત્કાર.

તે તું છે એ વાક્યના અર્થ પર ધ્યાન કરવું એ આત્મજ્ઞાન માટેની અંતરગત સાધના છે.

આ વાક્ય વેદાન્તના વિદ્યાર્થિઓ સૌ જાણે છે.આ મહાવાક્ય દ્વારા જે ઉપદેશ મળે છે તેનાં ત્રણ વિભાગ છે,- ૧ સમાનાધિકરણ, ૨ વિશેષણ-વિશેષભાવ. ૩ લક્ષ્ય-લક્ષણભાવ.

આ વા્તનું ઉદાહરણ, આ તેજ વિનયભાઇ છે,(સમાનાધિકરણ). વિનયભાઇને ૨૫ વર્ષ પહેલા દેશમાં જોયેલ ત્યારે ધોતિયું, ઝબા, બંડીના પહેરવેશમાં જોયેલ, અત્યારે અમેરિકામાં કોટ, પાટલુન પહેરેલ જોયા, એક વ્યક્તિ જુદા સ્થાને, જુદા સમયે જોવામાં આવી તે સ્થાન, પોષાકની વિશિષ્ઠતા (વિશેષભાવ) છોડી, વ્યક્તિના તાદાત્મયને(લક્ષણભાવને) ગ્રહણ કરી વ્યક્તિને મળ્યાનો આનંદ વ્યક્ત કરીએ છીએ. તે જ પ્રમાણે તત્ સર્વજ્ઞ ઇશ્વર અને ત્વમ્ એટલે અલ્પજ્ઞ જીવ-(આપણે સૌ),માં રહેલ પરમ ચિત(ચેતના)નું દર્શન કરવું જોઇએ.

૩ અયમાત્મા બ્રહ્મ-મારો આત્મા બ્રહ્મ છે.

સ્વરૂપ, આત્મા, બ્રહ્મ, ચૈનન્ય વગેરે પર્યાયવાચી શબ્દો છે.

સ્વસ્વરૂપને ઓળખવું, જો પોતાને જ ન ઓળખીએ તો કેવી રીતે કહી શકીએ મારો આત્મા બ્રહ્મ છે?

તેને ઓળખવા માટે જ્ઞાન, અને વિજ્ઞાન બન્નેની જરૂર છે. જ્યારે મનુષ્ય વિષયો પ્રત્યે અનાસક્તિ કેળવશે અને ચિન્તન કરી માનશે હું પદાર્થોની વસ્તુ નથી અને પદાર્થોને મારી સાથે કોઇ સંબંધ નથી આ રીતે મનને વાસનાઓથી મુક્ત કરશે, ત્યારે રાગ દ્વેશ, સુખ દુઃખ, કામ ક્રોધ વગેરે નષ્ટ થશે અને તે હંમેશ આનંદમાં રહેશે, આ મેળવવા નિરંતર ઉપાસના સાધના આવષ્યક છે. જુદા જુદા ઉપનિષદ, શિષ્ય ગુરુ સંવાદ દ્વારા આ વિષય શીખવે છે.

આપણો આત્મા પંચ મહાભૂતથી બનેલા શરીરમાં, પાંચ કોશમાં પુરાયેલો છે.આ કોશ તે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય, આ પાંચ કોશ પંચ મહાભૂતના પાંચ તત્વો, આકાશ, વાયુ, અગ્નિ, આપ અને પૃથ્વીના પંચીકરણથી બનેલ છે.આ પાંચ કોશથી ત્રણ શરીર બનેલ છે, અન્નમય કોશથી સ્થુળ શરીર, પ્રાણમય, મનોમય, અને વિજ્ઞાનમય કોશોથી સૂક્ષ્મ શરીર, અને આનંદમય કોશથી કારણ શરીર બને છે. જેવી રીતે પ્યાજના છોતરા ઉતારતા જઇએ તો તે વિલુપ્ત થઇ જાય છે તેવી રીતે આ કોશોના નિરાકરણથી ત્રણે શરીર વિલુપ્ત થઇ જાય છે કેવળ આત્મા જ રહે છે.

આના માટે શ્રુતિમાં નેતિ- નેતિનો સિધ્ધાંત દર્શાવેલ છે. અન્નમય કોશ સ્થૂળ શરીર તેનું મૃત્યું થાય છે, જ્યારે આત્મા અમર અવિનાશી છે, માટે તે આત્મા ન હોય શકે. પ્રાણમય કોશ રજોગુણનું કામ છે, જ્યારે ગુસ્સો આવે ત્યારે પ્રાણની ગતી વધે છે અને શાંત પ્રકૃતિ હોય ત્યારે ધિમી ગતી થાય છે એટલે તે સ્વતંત્ર નથી જ્યારે આત્મા સ્વતંત્ર સ્વપ્રકાશિત છે. તે જ રીતે મનોમય અને વિજ્ઞાન્ય આનંદમય કોશ પણ જડ અને પરિવર્તનશીલ છે, આત્મા તો અપરિવર્તનશીલ, અસીમ, અમર, સર્વજ્ઞ, પૂર્ણ સર્વ વસ્તુઓનો આધાર છે. આ પાંચ કોશોનું અતિક્ર્મણ કરી સચ્ચિદાનંદ સ્વરૂપમાં નિવાસ કરો. ત્યારે કહી શકાશે “અયમાત્મા બ્રહ્મ”. બ્રહ્મની સાથે ઐક્યતાનો અનુભવ, જન્મ-મૃત્યુ ના ચક્રમાંથી મુક્તિનું કારણ બને છે. શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે.

અહમ બ્રહ્માસ્મિ- હું બ્રહ્મ છું અહિ હું નો વાચ્યાર્થ અહંકાર. તેનો લક્ષ્યાર્થ બ્રહ્મ છે.

તૈત્તિરીયોપનિષદ એ બ્રહ્માનુભવ ઉપનિષદ ગણાય છે.આ ઉપનિષદ સર્વ ઉપનિષદનો સાર છે. વેદાંતિક નિદિધ્યાસ માટે આ ઉપનિષદ અત્યંત મહત્વપૂર્ણ છે. આમાંનો કોઇ પણ મંત્ર પસંદ કરી તેના અર્થ અને ભાવ પર ધ્યાન ધરવાથી મન ઉન્નત બને છે, અધ્યાત્મ તરફી નિષ્ઠા વધે છે.

આપણે જ્ઞાન પ્રત્યેક્ષ, પરોક્ષ અને અપરોક્ષ ત્રણ રીતે પ્રાપ્ત કરીએ છીએ, પ્રત્યેક્ષ જ્ઞાન બાળપણથી માતા, પિતા, વડિલો પાસેથી અને મોટા થઇને શાળા, કોલેજના શિક્ષક, પ્રોફેસર  પાસેથી મેળવીએ છીએ.પરોક્ષ જ્ઞાન- માઇલો દૂર થતી ક્રિયા- સ્થિતિ-પરિસ્થિતિનું જ્ઞાન મિડિયા મારફત મેળવીએ તે છે. દાખલા તરીકે ઇન્ડિયામાં રમાતી ક્રિકેટ મેચ, અમેરિકામાં ટી.વી પર જોઇ શકાઇ કે રેડિયો પર કોમેન્ટરી સાંભળી માહીતી મેળવી શકાય તે પરોક્ષ જ્ઞાન. અપરોક્ષ જ્ઞાન એ આત્મ જ્ઞાન જે કોઇ પાસેથી પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે પ્રાપ્ત ન થઇ શકે, તે ખૂદના પ્રયત્ને જ મળી શકે. તે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે તેને કોઇ ભેદભાવ રહેતો નથી, જાતિ, સંપ્રદાય અને રંગ વગેરે શરીરગત છે, એ તો જીવની અનિત્ય ઉપાધિ છે, જ્યારે આત્મા તો નિર્મળ-શુદ્ધ-કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર્ય વગેરે મળોથી મુક્ત છે.

અપરોક્ષ જ્ઞાન મેળવવા નિષેધાત્મક પ્રણાલી જ યોગ્ય પ્રણાલી છે, દેહની ભ્રાંતિ દૂર કરી આત્મા સાથે ઐક્ય થશે ત્યારે બંધનથી મુક્ત શાશ્વત આનંદ પ્રાપ્ત થશે.

દેહ શબ્દ દિહ્ ધાતુમાંથી બન્યો છે. જેનો અર્થ છે બળી જવું આ સ્થૂળ શરીરને અંતે બાળવામાં આવે છે. સૂક્ષ્મ શરીર કામનાઓ અને આંતરિક અવયવોના કાર્યથી વૃધ્ધિ પામે છે, તેના સંકુચન અને ક્ષયથી તે નષ્ટ થાય છે. ‘હું જીવ છું મારું નામ છે, આ અહં વિચારથી કારણ શરીરની વૃધ્ધિ થાય છે. પરંતુ અહંને બ્રહ્મની સાથે તાદાત્મ્ય થયા પછી તે શરીર પણ નષ્ટ થાય છે. આ સમજણથી દેહાસ્કતિ ક્ષીણ થશે. બ્રાહ્મીવૃત્તિ જાગૃત થશે. અંતે બ્રહ્મમાં સ્થિત થઇ જશે.

“અહમ બ્રહ્માસ્મિ”

અંતમાં જ્યોતિ બિંદુ ઉપનિષદમાં ૠષિ સાધકને માર્ગદર્શન આપે છે તે જોઇએ.

૧  સ્વસ્થ શરીર અને ઇન્દ્રિયોની આવશ્યકતા

૨  શરીર ઇન્દ્રિયોના સાધન દ્વારા પ્રબળ સાધના

૩   ઇશ્વર સર્વવ્યાપક છે તે સત્ય સતત યાદ રહેવું જોઇએ

૪  નિત્ય ઇશ્વર સ્મરણ

૫  સાધકે સાધન ચતુષ્ટયથી સંપન્ન બનવું જોઇએ

આપણું સીમિત મન અસીમ બ્રહ્મને સ્પર્શી શકે નહીં. વાણી પણ સીમિત છે જે બ્રહ્મને વર્ણવી શકે નહી.

પરંતુ જે વિવેક, વૈરાગ્ય, ષટ્સંપદ અને મુમુક્ષુત્વ-સાધન ચતુષ્ટય સંપન્ન છે, અને શ્રવણ, મનન, નિદિધ્યાસનમાં રત છે. તે તેને જાણી શકે છે. સતત મહાવાક્ય પર ધ્યાન કરવું, “તત્ત્વમસિ” તથા ‘અહમ બ્રહ્માસ્મિ”.

ડૉ.ઇન્દુબહેન શાહ

૦૨/૨૪/૧૫

 

 

 

[IS1]


આગળ વાંચો ...

છબી એક -સ્મરણો અનેક (૧)-પ્રિયતમ ને દ્વાર- વિજય શાહ

February 27th, 2015

10988296_10152835078559842_2816535904507271234_n

Photo Courtsey : Face book  ( please help me to find the source)

સોળ શૃંગાર

વ્હાલી પ્રિયા

રિઝવો પ્રિયતમને
પ્રિયતમનાં પ્રિયને પ્રિય થઇને
પ્રિયનાં પ્રિય થવા કાજ
સજો શૃંગાર સંકોચ ભરી મધુર વાણીનાં
સેંથીમાં સિંદુર પ્રિયનું હાસ્ય
નથણી વહાલી પ્રિયની ચુમી
કાનમાં કર્ણફુલ ઘરની હાશ!
ગળે મંગળ સુત્ર બનશે શીલની વાત
હાથમાં કંગન વહેવારનાં ભાર
પગનું ઝાંઝર ઘરનું કામ
ચલો સજની
સજી સોળે શૃંગાર
પ્રિયતમને દ્વાર
પ્રિયતમને દ્વાર

વિવાહ થયા હતા અને મેં મનથી એમ માની લીધુ મારા ભરોંસે મારા ઘરે આવતી વ્હાલી પ્રિયાને કોઇ તકલીફ  ન પડે તે જોવાની જવાબદારી મારી કહેવાયને?

તેથી આ કાવ્ય દ્વારા પેપર ફોડ્યુ હતુ કે મારા પ્રિય એટલેકે મારા કુટુંબમાં કામ, વહેવાર અને મધુરી વાણીથી મારા કુટૂંબીજનોને  પ્રિય થઇ જા. પ્રિયતમને  દ્વાર પ્રિયનુ હાસ્ય અને પ્રિયની ચુમી વહાલનાં સ્વરુપે હરદમ તારી સાથે છે.

માર્ચ મહિનાનાં સહિયારું સર્જન માટે આમંત્રણ.

આ વિષયમાં વૈવિધ્યતા છે અને તે વૈવિધ્યતા એટલે બાપ તરીકે હું મારી દીકરીને વળાવતા જે સંવેદનોમાં થી પસાર થયો તે આજે દસ વર્ષ પછી પણ વિચારીને લખી શકીશ. લેખક મિત્રો આ લખાણમાં દરેક રીતે મા તરીકે  પ્રિયતમા તરીકે કે નણદી સ્વરુપે રજુ કરી શકશે.. કાવ્ય.. હાઇકુ.. લઘુ કથા કે નિબંધ

આશા રાખુ વધુ સર્જકો આમાં ભાગ લે

૧૫૦૦ કે તેથી ઓછા શબ્દો એવું કોઇ જ બંધન નથી  હા ઉર્મિઓનાં ફુવારા તો જરુર જ જોઇશે.

હા આપનું લખાણ શ્રુતિ ફોંટમાં ટાઇપ કરીને મોકલશો

 

લેખ મોકલવાના ઈ મેઈલ સરનામા તથા વધુ વિગત માટે સંપર્ક કરો

vijaykumar.shah@gmail.com ;

pravina_avinash@yahoo.com

 pragnad@gmail.com;

hemap920@gmail.com


આગળ વાંચો ...

બચાવીને

February 27th, 2015
વિચારોને વમળમાં આજ આવ્યો છું ડુબાવીને, કિનારે એમ લાવ્યો જાત મારી હું બચાવીને. ખરે છે ડાળડાળેથી હવે વળગણનાં પર્ણો દોસ્ત, જરા મેં જોઈ લીધું ઊર્ધ્વમૂળે વૃક્ષ વાવીને. પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી , હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને. તમારા ઘરનાં રસ્તેથી પ્રવેશું છું હું અનહદમાં, અહીં તેથી હું આવ્યો છું બધી […] આગળ વાંચો ...

મા, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ વિકલ્પ નથી-ડો. હર્ષદભાઈ પંડિત

February 27th, 2015

રાજકોટના ૭૦ વર્ષિય નિવૃત અધિકારીનું અનોખુ મિશન

માતૃભાષાને બચાવવા માટે પોતાની મરણ મૂડીને દાવ ઉપર લગાવી દીધી

હું વૈજ્ઞાનીક બની શક્યો, કારણ કે હું માતૃભાષામાં ભણ્યો હતોઃ ડો. કલામ

પોરબંદરથી બારડોલી સુધી માતૃભાષા બચાવો રથયાત્રા કાઢીઃ નિવૃત્તિ વખતે મળેલી રકમમાંથી ગાંઠનું ગોપીચંદન, દાન લેવાનુ નહીં

ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કહેતા કે ‘હું આજે વૈજ્ઞાાનિક બની શક્યો છું, કારણ કે હું મારી માતૃભાષામાં ભણ્યો છું’ વિશ્વમાં ટોચના મહાનુભાવોના તર્કબધ્ધ ઉદાહરણો સાથે છેલ્લા ૧૧ વર્ષની માતૃભાષાને બચાવવા માટે કાર્યરત રાજકોટના ડો. હર્ષદભાઈ પંડિતની ઉંમર ૭૦ વર્ષની છે પરંતુ જો તેની સમક્ષ ભાષા વિષેની વાત થાય એટલે તે યુવાન જેવી તાજગીથી મેદાનમાં આવી જાય છે.
આમ તો તે પશુપાલન વિભાગના જોઈન્ટ ડાયરેકટર હતા અને ક્લાસ વન અધિકારી તરીકે નિવૃત્ત થયા બાદ ધાર્યું હોત તો બીજી નોકરી પણ તૈયાર હતી અને નિરાંતે નિવૃતિ જીવન ગાળવું હોત તો પૂરતી રકમ પણ હાથમાં હતી પરંતુ તેમના મનમાં એક વિચાર ઘૂમરાતો હતો કે મારી આસપાસના અનેક બાળકોનું બાળપણના ઉછળકુદ કરવાને બદલે શા માટે આખ્ખો દિવસ ઉંધુ માથુ રાખીને ભણ્યા જ કરે છે? શા માટે તેના ચહેરા પર ઉલ્લાસને બદલે ટેન્શન રહેલું છે. તેમણે આ વિષય ઉપર ઊંડુ સંશોધન કરીને તર્ક કાઢયો કે માતૃભાષા પ્રત્યેનો મા-બાપનો ઘટતો લગાવ બાળકો ઉપર લાદવામાં આવે છે અને અંગ્રેજી પ્રત્યેની ઘેલછાને કારણે અભ્યાસની જે નૈસર્ગિક પ્રક્રિયા છે તે થતી નથી.

હર્ષદભાઈ કહે છે કે અંગ્રેજી જરૃરી છે પરંતુ માધ્યમ તરીકે નહીં… વ્યવહારમાં અંગ્રેજીના ૯૦૦ શબ્દો જ જરૃરી છે. બાળક માતૃભાષામાં ભણે અને દરરોજ એક-એક અંગ્રેજી શબ્દ પાક્કો કરે તો તે ૯મા ધોરણમાં પહોંચે ત્યારે તેનું શબ્દ ભંડોળ ૨૦૦૦ શબ્દોનું થઈ જાય… તેમણે આવા જરૃરી શબ્દોની એક બુકલેટ પણ સ્વખર્ચે બનાવી છે.
હર્ષદભાઈ કહે છે કે શરૃઆતમાં મેં એક વિડીયો સીડી બનાવીને ‘માતૃભાષામાં શિક્ષણ શા માટે?’ની વિશદ ચર્ચા છેડી એ પછી નાની નાની પુસ્તિકા બનાવી. સીડી અને પુસ્તિકાના પાંચ લાખ સેટ સાથે શરૃ થયેલા અભિયાનમાં મારા પેન્શનની રકમના ૧૦ લાખ વપરાઈ ગયા. પરંતુ મારા મનમાં એક જ વાક્ય ઘૂમરાતું હતું ”મા, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ વિકલ્પ નથી.” હું લોકોને કહું છું કે જો તમે તમારા બાળકને કારકૂન નહીં પણ સર્જક બનાવવા માંગતા હો તો માતૃભાષામાં જ ભણાવો.
લોકો મારી વાત સાંભળે એવો તખ્તો તૈયાર થયો હતો પરંતુ અંગ્રેજીનો પ્રભાવ બહું અવ્યવહારૃ ઢબે છવાઈ ગયો હતો એટલે દેશમાં પ્રથમ વખત પોરબંદરથી બારડોલી સુધી ‘માતૃભાષા યાત્રા’ કાઢવામાં આવી જેમાં ૪૪ શહેરોમાં માતૃભાષા વિષે લોકોને સમજાવવામાં આવ્યા.
સતત ૧૧ વર્ષથી માતૃભાષા બચાવો મહા અભિયાન અંતર્ગત ડો. હર્ષદ પંડિત જે ગામમાંથી કહેણ આવે ત્યાં પોતાના ખર્ચે જાય છે, કદિ કોઈનું દાન લેતા નથી. આ ઉપરાંત તે દેશી ઔષધો થકી આરોગ્ય જાળવવા માટે ‘તું જ તારો તારણહાર’ કાર્યક્રમ પણ ચલાવે છે.
વેટરનરી સાયન્સમાં માસ્ટર ડીગ્રી ધરાવતા આ અલગારી સેવક કહે છે કે ‘તું જ તારો તારણહાર’નું સાહિત્ય ત્રણ ભાષામાં છપાવવા બે લાખની લોન લીધી તે પ્રથમ ઉધારી… મારે કોઈ સંસ્થા બનાવવી નથી દાન ફાળો લેવા નથી. શૂન્યમાંથી આવ્યો છું. તન, મન, ધન શૂન્ય કરીને જવું છે. હર્ષદભાઈ કહે છે કે હું આજે પણ સાઈકલ ચલાવું છું. રોજ સ્નાનાગારમાં ૩૫ મિનીટ તરૃ છું, યોગ પ્રાણાયામ કરૃ છું, સીધુ સાદુ જીવન જીવું છું.
અગાઉ વનવાસી યુવકોને ૨૩ લાખના ખર્ચે ૧૫૦૦ સાઈકલ ભેટ આપનાર આ સેવાભાવી સમાજ સેવકનો એક જ મંત્ર છે ‘અપને લીયે જીયે તો ક્યા જીયે.’
ગુજરાત માધ્યમમાં ભણીને ટોચના વૈજ્ઞાાનિક બન્યા

ગુજરાતી માધ્યમમાં પાયાની કેળવણી લઈને ખગોળ વિજ્ઞાાની તરીકે વિખ્યાત થયેલા ડો. પંકજ જોષી કહે છે કે જીવનમાં સફળ થવું હોય તો અંગ્રેજીમાં જ શિક્ષણ લેવું એ માન્યતા ખોટી છે.
વાસ્તવિકતા એ છે કે એક વખતે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ શરૃ થાય અને પાયો મજબૂત બને, બાળકનું વાંચન અને અનુભવ થોડા વિશાળ બને પછી અન્ય જરૃરી ભાષાઓ તથા આવડતો તો એ ઘણી વધારે સરળતાથી ગ્રહણ કરી લે છે અને જીવનના સર્વાંગી વિકાસમાં તે વધારે સરળતાથી આગળ વધે છે. ડો. જે.જે. રાવલ જેવા ગુજરાતી વિજ્ઞાાની પણ ગુજરાતી માધ્યમમાં શાળાનું શિક્ષણ લઈને મુંબઈના નેહરૃ પ્લેનેટોરિયમના ડાયરેકટરના હોદ્દા સુધી પહોંચ્યા હતા.
બાળક જન્મથી જ જે ભાષામાં સંવેદનો ગ્રહણ કરતુ આવ્યું છે તેમાં જ આગળનું શિક્ષણ તેના માટે સહજ રહે છે.સૌજન્ય ગુજરાત સમાચાર http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot-gujarat-saurashtra-mother-tongue

આગળ વાંચો ...

મંગળ ઉપર આંટો મારવા આવવું છે…! – રમેશભાઈ ચાંપાનેરી

February 27th, 2015
જ્યારથી ચમનિયાના કાનમાં કોઈએ ફૂંક મારી છે, ત્યારથી એના મગજમાં ધુમ્મસ ભરાઈ ગયું છે, બોલો! લોકોય સ્હેજ પણ સીધાં નહી ને? વાતમાં આમ તો કંઈ માલ જ નથી પણ કહેવાય છે ને કે, "કબ હું મન રંગત રંગ ચઢે, કબ હું મન સોચત હૈ ધન કો, કબ હું મન માનુની દેખ ચલે ઔર કબ હું મન સૌચત હૈ મનકો!" જેનું મન બગડ્યું, એનું મગજ ફાટે જ ફાટે! વાત જાણે એમ છે કે નેધરલેન્ડની માર્સ વન નામની કોઈ સંસ્થાએ, સમાનવ મંગળયાત્રા ગોઠવી અને તેમાં જનારા પ્રવાસીનો બધો ખર્ચ પણ આ સંસ્થા ભોગવવાની આ માટેના યાત્રિકોની યાદી પણ તૈયાર થઇ રહી છે. બસ આ વાતની જોરદાર ફૂંક, કોઈ પેટબળાએ મારા આ બોકળાના કાનમાં એવી મારી કે મારેલી ફૂંકનું આખું વાવાઝોડું થઇ ગયું! સાથે એવો મસાલો પણ ભરી આપ્યો કે આ યાદીમા નામ નંખાવવું હોય, તો તું રમેશ ચાંપાનેરીનો કોન્ટેક્ટ કર, તારો ખાસ મિત્ર છે એટલે ફટ દઈને પતી જશે. બસ ત્યારથી એ મારો પડછાયો બનીને ફરે છે, પીછો જ નથી છોડતો. આગળ વાંચો ...

આજની જોક…મંકી બાથ !

February 27th, 2015

મંકી બાથ !

ભરતભાઈને એક મિત્રે અમેરિકાથી ફોન પર પૂછ્યું:

“આ  મોદીજીનું  “ મન્કી બાથ “ શું છે?”

ભરતભાઈને નવાઈ લાગી.

એમણે મિત્રને કહ્યું:  “ આવું તેં ક્યાં સાંભળ્યું ?”

મિત્રે કહ્યું: “અહીં અમેરિકનોમાં તો મોટી ચર્ચા ચાલે છે કે ઓબામા મોદીની સાથે

મન્કી બાથ કરવાના છે.”

ભરતભાઈને પછી મગજમાં લાઈટ થઇ કે એ મોદી-ઓબામાના  ‘મન કી બાત’

પ્રોગ્રામની વાત કરી રહ્યો હતો!

 


Filed under: આજની જોક, વિનોદ પટેલ આગળ વાંચો ...

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૧)

February 27th, 2015

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૧)

“ચંદ્રવિચારો શબ્દોમાં”નામકરણે વાંચકોએ અનેક પોસ્ટો વાંચી.

આવા નામકરણે પોસ્ટો પ્રગટ કરવાનો એક જ હેતું >>>આગળ પ્રગટ કરેલી પોસ્ટો તેમજ ભવિષ્યમાં પ્રગટ થનાર પોસ્ટોની “ઝલક” આપવાનો હતું !

જાન્યુઆરી ૨૦૧૫માં “ચંદ્રવિચારો શબ્દોમાં(૩૦)”ની પોસ્ટ પ્રગટ કરી હતી…ત્યારબાદ, જુદી જુદી “કેટેગોરી”માં તમે અનેક પોસ્ટો વાંચી.

પણ…હવે તમે પાંચ “ટુંકી વાર્તાઓ” વાંચશો.

એક દિવસ,યાને ૩૧મી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે હું વિચારોમાં હતો. અને, થયું કે “હમણા કોઈ ટુંકી વાર્તા જ પ્રગટ થઈ નથી !”.

બસ….આ વિચાર સાથે મે મારી પેન હાથમાં પકડી અને શરૂઆત કરી. પ્રભુએ પ્રેરણાઓ આપી. અને એ જ દિવસે, પાંચ “બોધ”ભરી વાર્તાઓ શક્ય થઈ.

તો….હવે તમે એક પછી એક પાંચ વાર્તાઓ વાંચશો.

વાંચી તમો જરૂરથી તમારા વિચારો “પ્રતિભાવ”રૂપે જણાવશો.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This is the 31st Post as “Chandravicharo Shabdma”.

It gives the INFO on the FUTURE 5 Posts which will be the SHORT STORIES ( Tunki Vartao).

These Posts will be considered as the CHILDEREN STORIES ( BAL VARTAO) with the MESSAGE.

These were ALL written on 31st January,2015.

Hope you like these Posts.

Your COMMENTS appreciated.

Dr. Chandravadan Mistry

 

 

 

 

 

 

 

 


આગળ વાંચો ...

કોણે કોને ઝીલ્યા….રમેશ પટેલ(આકાશદીપ)

February 27th, 2015

કોણે કોને ઝીલ્યા?…રમેશ પટેલ(આકાશદીપ)

 

ઉષા ખીલી કે ખીલ્યું આભ

કોણે કોને ઝીલ્યા?

કેમ આપણે આવું ના શીખ્યા?

 

તપ્યા રવી કે તપ્યા સાગર,

મેઘ બનીને મહાલ્યા

પોલે વાંસે પૂર્યા પવનને,

બંસરી થઈને બોલ્યા

કેમ આપણે આવું ના શીખ્યા?

 

પડખાં ઢાંકી, દોરીએ બાંધ્યા,

તો ઢોલ થઈ ધબૂક્યા

રાત ઢળી પૂનમ પ્રગટી,

રાધા કાનજી રાસે ઘૂમ્યા

કેમ આપણે આવું ના શીખ્યા?

 

 

ધરણીએ બીજ દબાયા, હૂંફે જાગ્યા,

પુષ્પો થઈને ખીલ્યા

સરીતા નાથી તો જળાશયો ઝૂમ્યા,

વગડા લીલા મ્હોંર્યા

કેમ આપણે આવું ના શીખ્યા?

 

સ્વપ્ને દીઠા મલકાટ મિલનના,

ગાલે રંગો ગુલાબી છાયા

શબ્દો સર્યા, મળી પ્રાર્થના,

જીવન સંસ્કાર થઈને ખીલ્યા

આપણે દેખાદેખી કેવું શીખ્યા

 

પંખી સંગે હળવે હળવે,

ગાતાં તમે કેવું શીખ્યા ?

કેવા શાણા દીઠા, કોણે કોને ઝીલ્યા….


આગળ વાંચો ...

ટૂંકા અરીસામાં -શ્યામ સાધુ

February 27th, 2015
ટૂંકા પડેલા અરીસામાં વૃક્ષોની કવિતા નથી મળી આવતી ! મને અરીસામાં ટૂંકું પડે છે એટલે મને વેંઢારવાં પડે છે ગણી ન શકાય એટલાં અનિશ્ચિતતાનાં વર્ષો ! આ પછી પણ ટૂંકા પડેલા અરીસામાં તે છતાં વૃક્ષોની કવિતાનાં...

Read more on the blog.
આગળ વાંચો ...

અંતર-ઝરૂખો મારો સૂના રે શ્વસે

February 26th, 2015
   ઝાંખો રે બળે , દીવડો ઝાંખો રે બળે , મારી અંતર-દીવડીનો દીવો ઝાંખો રે બળે. મનની મઢૂલી મારી ઝૂરે રે એકલડી ; સરતી સન્ધ્યાની ઓથે લાલી શેં ઝરે ? મારી અંતર-દીવડીનો દીવો … કૂજતી કાયાના કામણ વિલાવાની વેળ , … Continue reading આગળ વાંચો ...

થોડાં થાવ વરણાગી-(૪)સાક્ષર ઠક્કર

February 26th, 2015

 stylist

મિત્રો ,દર્શનાબેને ભાઈઓને સલાહ આપી કે અમેરિકા આવ્યા છો તો હવે તમને કપડા ધોવાનું ,લોન્ડ્રી કરવાનું અને વાસણ ધોવાનું  લાઇસન્સ મળી ગયું છે અને સુખી થવું હોય તો વરણાગી થઇ જાવ ,અને 
કલ્પનાબેને તેમની કવિતામાં ડોશી ને રજુ કર્યા તો 
 લ્યો।.. આજે સાક્ષર પણ કાકા ને સલાહ આપે છે કે  કાકી 

મંદિર જવાને બદલે પાર્લરમાં જાય છે,આઇબ્રો અને ફેસીયલ કરાવતી જાય છે,તો તમે પણ વરણાગી થઇ જીન્સ પહેરવા માંડો તો સારું। ..પછી જોવો કેવી જોડી જામે છે. ​

 થોડાં થાવ વરણાગી……………

હવે થોડાં થોડાં, તમે થોડાં 

          ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી
 
          નવી ફેશનની ધૂન બધે લાગી
          ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી
 
મહોમદ રફીને છોડો, હવે હની સિંગ બનો,
કાકીની સાથે જઈ થોડું શોપિંગ કરો,         
 
          તમારા બાબાના જીન્સ પહેરો માંગી
          ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી
 
છાપું છોડીને કાકા ટેબ્લેટ વાંચો હવે,
છોડી શરમ તમે બિન્દાસ નાચો હવે.
          
          ભલે વર અને ઘોડો જાય ભાગી, 
          ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી
 
ફેસબુક પર થોડા ઘણા સેલ્ફીઓ ચીપકાવો,
ચીન્ગમ ચાવો ને કાકા છોડી દો પાનમાવો;
 
પણ જોજો ના જાય કાકી ભાગી
એટલે બહુ નહિ,
પણ કાકા તમે થોડા થોડા થાઓ વરણાગી.
Thanks,

Sakshar- સાક્ષર ઠક્કર

 

 


આગળ વાંચો ...