જન્માષ્ટમીની મંગલ શુભેચ્છા સાથે શ્રાવણ માસે ભક્તિ અને આત્મચીંતનથી આ મનુષ્ય દેહે
સૌના હિતમાં આપણી કાર્યશક્તિ વપરાય એ જ ભગવાનની શ્રેષ્ઠ પ્રાર્થના છે.
આ સંસાર દ્વંદ્વ છે. પ્રકૃતિ પ્રમાણે આ આયખું સર્વ જીવો વિતાવે છે પણ મનુષ્યને
બુધ્ધી આપી ,એક સ્વતંત્ર શક્તિ દીધી છે, તો તેનો બહુજન હિતાય ઉપયોગ એજ
સાચો ધર્મ છે. યુગો યોગોથી ઋષીઓએ મનોમંથન બાદ સમયાનુકૂલ ઉપદેશો આપ્યા.
આધુનિક યુગમાં આપણે સૃષ્ટિના અનેક રહસ્યો જાણ્યા અને તે પ્રમાણે પરમ શક્તિને
ઓળખતા ગયા . પણ હિતકારી વાત માટે સંત હૃદય જરુરી છે એ સનાતન સત્ય
સર્વદા એક જ રહેશે એ ભાવ સાથે સ્વામી નારાયણ સંપ્રદાયના ભગવદ સંત ગુરુ
પ્રમુખ સ્વામિને ચરણ વંદન કરતાં આ સ્તુતિ રચાઈ….
Thanks to webjagat for this picture..
The eternal vedas are the fundamental scriptures of the hindus.
ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે…
सर्वधर्मान परित्यज्य मामेकं शरणं व्रज
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः!!
come together, speak together, let your minds be in harmony
as the devas of old sat together in harmony to worship.
વચનામૃત…..ગઢડા “-૫૯
ચાર વેદ,પુરાણ, ઈતિહાસ એ સર્વમાં એજ વાર્તા છે જે
“ભગવાન ને ભગવાનના સંત એજ કલ્યાણકારી છે.”
આધ્યાત્મિક ક્ષેત્રે ક્રાન્તિના સર્જક,ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન કવનમાંથી વહેતી
સત્સંગની પાવન ગંગા આ પૃથ્વી પટે, સંસ્કાર, સહિત્ય અને કલાને સંગીતના અમૃત
માધ્યમથી ભીંજવી રહીછે. ગુરુ પરંપરાથી, આધુનિક સમાજના વિશ્વકર્મા સમ વિશ્વસંત,
પ.પૂ.પ્રમુખસ્વામીના ચરણ કમળમાં ,તેમના યુએસએ ના વિચરણ સમયે,સેવામાં
સમર્પિત રચના.
યુગ કલ્યાણી .……..–રમેશ. પટેલ(આકાશદીપ)-September,2007
જગ કલ્યાણે જગે અવતરીયા,જય મંગલ વર્તે છપૈયા
તીર્થ ભૂમિના જાગ્યા સ્પંદન,જ્યાં ચરણ ચૂમ્યા સવૈયા
ગુરુવર રામાનંદજીએ નામજ ધરીઆ,
શ્રી સહજાનંદ સ્વામી નારાયણમુનિ
ગુર્જર પંથે ઘરઘર ગૂંજે,જયશ્રી સ્વામિનારાયણની સ્તુતિ
ભૂલી પથ ગુણીજન ઘૂમે, વરતે વિષમ કાળની છાયા
હરિસંતો હરખે અંતર અજવાળે,હેલે ચઢી ભક્તિની માયા
ભગવંત શ્રી સહજાનંદ રંગે ,પૂણ્યે જાગ્યા સૌભાગ્ય અનેરા
સરળ નમ્રતા સાધુતા શોભે, પથ પથ પ્રગટે જ્ઞાનના ડેરા
મંદિર ગુરુકુળ અક્ષરધામથી, વહે સંસ્કાર ઝરણાં આનંદે
ગુરુ પરંપરા રમતી જનહીતે, પાવન દર્શને શીશ રે વંદે
વનવાસીને કર્યા સદાચારી, વિશ્વસંતની કૃપા અનેરી માણી
હરિમાળામાં દીઠું પ્રભુ શરણું,તપધારી સંતો દિસે યુગ કલ્યાણી
કર જોડી ‘આકાશદીપ’ વંદે, જ્ઞાન ભક્તિથી અવની છે શણગારી
પ્રમુખ સ્વામીને ચરણે શરણે, ઝીલશું કરુણા વાણી હિતકારી
–રમેશચન્દ્ર જ. પટેલ(આકાશદીપ)-September,2007
આગળ વાંચો ...